Dark Mode
Image
  • Thursday, 09 May 2024

ગુણકારી પપૈયું ખાધા બાદ ભૂલથી પણ આ 5 ચીજોનું સેવન ન કરો, સ્વાસ્થ્ય પર થશે નકારાત્મક અસર

ગુણકારી પપૈયું ખાધા બાદ ભૂલથી પણ આ 5 ચીજોનું સેવન ન કરો, સ્વાસ્થ્ય પર થશે નકારાત્મક અસર

-- શું તમે જાણો છો કે જો પપૈયું ખાવાની રીત યોગ્ય ન હોય તો તે તમારા સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે :

 

ચહેરાની ચમક વધારવી હોય કે પાચનક્રિયા સારી કરવી હોય, પપૈયું દરેક દર્દની દવા માનવામાં આવે છે. પપૈયામાં વિટામિન-સી, પોટેશિયમ, વિટામિન-એ જેવા પોષકતત્વો હોય છે જે અજાણતાં પણ આપણને ઘણાં ફાયદા આપે છે. સ્વાસ્થ્ય માટે પપૈયું અત્યંત ફાયદાકારક છે, પણ શું તમે જાણો છો કે જો પપૈયું ખાવાની રીત યોગ્ય ન હોય તો તે તમારા સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. હા, આયુર્વેદમાં પપૈયું ખાધા બાદ કેટલીક ચીજો ખાવાની મનાઈ કરવામાં આવી છે. આવો જાણીએ આવી પાંચ વસ્તુઓ વિશે જેનું સેવન તમારે પપૈયું ખાધા બાદ ન કરવું જોઈએ.

 

-- પપૈયું ખાધા બાદઆ વસ્તુઓનું સેવન ન કરો :

 

ઠંડું પાણી- જો તમે પપૈયું ખાધા પછી તરત જ ઠંડું પાણી પીઓ છો તો એ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં ઠંડું પાણી પીવાથી મેટાબોલિઝમ (પાચનક્રિયા) ધીમુંપડે છે અને તેને કારણે અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં પપૈયું ખાધા બાદ હંમેશાં ઠંડા પાણીને બદલે હુંફાળું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

ડેરી પ્રોડક્ટ્સ- પપૈયાની સાથે દૂધ, ચીઝ, માખણ અથવા દહીં જેવા ડેરી ઉત્પાદનો ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ અને પેટમાં ખેંચાણ થઈ શકે છે. પપૈયામાં રહેલા કેટલાંક ઉત્સેચકો સાથે આ ડેરી ઉત્પાદનો લેવાથી તમને અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. આનાથી પાચનતંત્ર પ્રભાવિત થાય છે તેમજ ગેસ, પેટનું ફૂલવું અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ જેવી સમસ્યા થઈ શકે છે.કાકડી-પપૈયા સાથે કાકડી ખાવાથી પેટનું ફૂલવું, પેટમાં ખેંચાણ અને ઝાડા જેવી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વાસ્તવમાં કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે

 

અને તેનું સેવન કરવાથી શરીરમાં વધારાનું પાણી જમા થઈ શકે છે, જેના કારણે તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.એસિડિક ફૂડ- નારંગી, દ્રાક્ષ, લીંબુ, ટામેટાં જેવા એસિડિક ખોરાક સાથે પપૈયું ખાવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી તમે હાર્ટબર્ન, એસિડ રિફ્લક્સ અથવા પાચન સમસ્યાઓથી પીડાઈ શકો છો.ઈંડા- પપૈયું ખાધા પછી ભૂલથી પણ ઈંડાનું સેવન ન કરો. બંનેનું એકસાથે સેવન કરવાથી અપચો, ઉબકા, કબજીયાત, ઉલ્ટી વગેરે જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!