Dark Mode
Image
  • Sunday, 19 May 2024

અમિત શાહના એડિટેડ વીડિયો મામલે તેલંગાણાના CM રેવંત રેડ્ડીને દિલ્લી પોલીસનું સમન્સ

અમિત શાહના એડિટેડ વીડિયો મામલે તેલંગાણાના CM રેવંત રેડ્ડીને દિલ્લી પોલીસનું સમન્સ

અમિત શાહના એડિટેડ વીડિયોની તપાસ ઉપડી છે. ગઈ કાલે ભાજપની ફરીયાદ બાદ એફઆઈઆર દાખલ કર્યાં બાદ આજે દિલ્હી પોલીસે તેલંગાણાના CM રેવંત રેડ્ડીને સમન્સ પાઠવીને દિલ્હી બોલાવ્યાં છે. દિલ્હી પોલીસે રેવંત રેડ્ડીને 1 મેના રોજ તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની સાથે પૂછપરછ માટે બોલાવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બનાવટી વીડિયો શેર કરનારા કેટલાક કોંગ્રેસી નેતાઓ સહિત વધુ પાંચ લોકોને પણ દિલ્હી પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવશે. ગૃહ મંત્રાલય અને ભાજપની ફરિયાદો બાદ દિલ્હી પોલીસે આ અંગે કેસ નોંધ્યાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

-- દિલ્હી પોલીસની ટીમ હૈદરાબાદ પહોંચી :- દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રીને નોટિસ મોકલીને પોતાનો મોબાઈલ ફોન પોતાની સાથે લાવવા કહ્યું છે. દિલ્હી પોલીસની ટીમ હાલ હૈદરાબાદમાં હાજર છે. આ કેસ સંદર્ભે કોંગ્રેસના કેટલાક નેતાઓ સહિત અન્ય પાંચ વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવશે. આ એ લોકો છે જેમણે ગૃહમંત્રીનો એડિટેડ વીડિયો શેર કર્યો છે. આ લોકોની પૂછપરછ કરીને પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે આ એડિટેડ વીડિયો કોણે બનાવ્યો અને કેવી રીતે આ લોકો સુધી પહોંચ્યો. આ પાંચેય તેલંગણાના છે.

 

 

-- દિલ્હી પોલીસે દાખલ કરી એફઆઈઆર :- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં પોલીસે ભાજપની ફરિયાદને આધારે એફઆઈઆર દાખલ કરી હતી. દિલ્હી પોલીસને ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઈને બે ફરિયાદો મળી હતી. એક ફરિયાદ ભાજપે કરી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલયે કરી હતી.

 

 

-- શું હતું અમિત શાહના એડિટેડ વીડિયોમાં :- અમિત શાહનો એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ગૃહમંત્રીને એસસી/એસટી અને ઓબીસી માટે અનામત પર ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. ભાજપે આ એડિટેડ વીડિયોને લઈને દેશભરમાં એફઆઈઆર દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

 

 

-- ભાજપની દલીલ :- ભાજપે જણાવ્યું હતું કે અમિત શાહે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ફેક છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે "ગેરબંધારણીય" અનામત હટાવવાની ચર્ચા કરી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!