Dark Mode
Image
  • Thursday, 23 May 2024

ખ્રિસ્તીઓ પરના ધર્મ પરિવર્તનના આરોપો ખોટા છે : AAP ધારાસભ્ય ચૈતર વસાવા

ખ્રિસ્તીઓ પરના ધર્મ પરિવર્તનના આરોપો ખોટા છે : AAP ધારાસભ્ય ચૈતર વસાવા

બુલેટિન ઈન્ડિયા નર્મદા : ડેડિયાપાડા મતવિસ્તારના આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે નવાપુર ગામમાં ખ્રિસ્તી સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે ખ્રિસ્તી સમુદાય પરના ધર્માંતરણ અંગેના તમામ આરોપો પાયાવિહોણા છે.ખ્રિસ્તી સમાજના વાર્ષિક સંમેલનમાં તેમના વક્તવ્ય દરમિયાન વસાવાએ જણાવ્યું હતું કે,આજે ગુજરાતમાં અને ભારતમાં ધર્મ પરિવર્તનના સૌથી વધુ આરોપો ખ્રિસ્તી સમુદાય પર લગાવવામાં આવે છે.

ધર્મ પરિવર્તનના આ આરોપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. તમે અને હું બંને જાણીએ છીએ કે બંધારણમાં એવી જોગવાઈઓ છે કે આ બિનસાંપ્રદાયિક દેશમાં કોઈપણ કોઈપણ ધર્મનું પાલન કરી શકે છે.વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે એકવાર વ્યક્તિ 18 વર્ષની ઉંમરે પહોંચે છે,તે પછી તેને કાયદેસરની ઉંમર ગણવામાં આવે છે અને તે નક્કી કરી શકે છે કે કયા ધર્મનું પાલન કરવું. તેથી, બળજબરીથી ધર્માંતરણના આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.

વસાવાએ એ પણ ઉલ્લેખ કર્યો કે સરકારે ખ્રિસ્તી સંમેલન યોજવા માટે પરવાનગી આપી ન હતી, પરિણામે સ્થળ મહારાષ્ટ્ર બોર્ડર પર બદલાયું હતું.આ અંગે વાત કરતાં વસાવાએ જણાવ્યું હતું કે,એક ધારાસભ્ય તરીકે મને એ વાતનું દુઃખ છે કે સંમેલન માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી, પરંતુ આગામી દિવસોમાં અમે સરકારને બતાવીશું કે ખ્રિસ્તી સમુદાય કોણ છે.સેલંબામાં શૌર્ય યાત્રા પરવાનગી વિના નીકળી શકે છે,પરંતુ ખ્રિસ્તી સમાજનું સંમેલન યોજવા માટે પરવાનગી જરૂરી છે અને જો પરવાનગી ન મળે તો પણ આ સરકારને ઉખાડીને ફેંકી દેવી જોઈએ.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!