Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

"જો ભાજપ સત્તામાં આવશે તો છત્તીસગઢ નક્સલવાદથી મુક્ત થશે" : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

છત્તીસગઢના જગદલપુરમાં ચૂંટણીલક્ષી એક રેલીને સંબોધતાં અમિત શાહે લોકોને વિનંતી કરી હતી કે, તેઓ હાલમાં કોંગ્રેસ શાસિત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સત્તા પર લાવે, તેમણે વચન આપ્યું હતું કે ભાજપ સમગ્ર રાજ્યને નક્સલવાદીઓના દૂષણથી મુક્ત કરશે.

 

છત્તીસગઢની ચૂંટણી 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં યોજાવાની છે.

 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે કોંગ્રેસ પર નક્સલવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષના રાજમાં નક્સલી હિંસાની ઘટનાઓમાં 52 ટકાનો ઘટાડો થયો છે.

 


ચૂંટણીલક્ષી છત્તીસગઢના જગદલપુરમાં એક રેલીને સંબોધતાં અમિત શાહે લોકોને વિનંતી કરી હતી કે, તેઓ હાલમાં કોંગ્રેસ શાસિત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સત્તા પર લાવે, તેમણે વચન આપ્યું હતું કે તેમનો પક્ષ સમગ્ર રાજ્યને નક્સલવાદીઓના દૂષણથી મુક્ત કરશે.

 

અમિત શાહે  દાવો કર્યો હતો કે જો છત્તીસગઢમાં કોંગ્રેસ ફરીથી સત્તામાં આવશે, તો રાજ્યના વિકાસ માટે કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલા નાણાં "કોંગ્રેસના 'એટીએમ' દ્વારા દિલ્હી તરફ વાળવામાં આવશે. છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકો માટે 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે અને 3 ડિસેમ્બરે મત ગણતરીમાં લેવાશે.

 

 

અમિત શાહે કહ્યું કે છત્તીસગઢના લોકો ત્રણ વાર દિવાળી ઉજવશે - એક વખત તહેવારના દિવસે, બીજી વાર જ્યારે 3 ડિસેમ્બરે ભાજપ સત્તા પર ચૂંટાશે, અને ત્રીજું જ્યારે જાન્યુઆરીમાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે, કારણ કે છત્તીસગઢ ભગવાન રામ (ભગવાન રામના દાદા-દાદીનું સ્થાન) નું "નનીહાલ" છે. બસ્તર જિલ્લાના મુખ્ય મથક જગદલપુરમાં બસ્તરની ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારોની ઉમેદવારી નોંધાવતા પહેલા આ રેલી યોજાઇ હતી.

 

અમિત શાહે કહ્યું કે,"વડાપ્રધાન મોદીજીએ દેશભરના આદિવાસીઓના હિતમાં ઘણું કામ કર્યું છે. તેમના જળ (પાણી), જંગલ, ઝમીન (જમીન)ની સુરક્ષા ઉપરાંત મોદી સરકારે આદિવાસીઓને સુરક્ષા, સન્માન અને સર્વસમાવેશક વિકાસ પૂરો પાડવાનું કામ કર્યું છે."

 

લોકોને ભાજપને મત આપવાની અપીલ કરતા અમિત શાહે કહ્યું કે, તમારી સામે બે વિકલ્પ છે, એક કોંગ્રેસ જે નક્સલવાદને પ્રોત્સાહન આપે છે તો બીજી તરફ ભાજપ છે જે નક્સલવાદને ખતમ કરે છે. દિલ્હી દરબારમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મોકલનાર કોંગ્રેસ, જ્યારે કરોડો ગરીબોને ગેસ સિલિન્ડર, શૌચાલય, પીવાનું પાણી, આરોગ્ય સુવિધાઓ, અનાજ અને ઘર પૂરા પાડતી ભાજપ."

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!