Dark Mode
Image
  • Monday, 20 May 2024

કેરળમાં અત્યાર સુધી એકપણ લોકસભા સીટ ન જીતનાર ભાજપ હવે પરંપરા તોડવા માટે મક્કમ

કેરળમાં અત્યાર સુધી એકપણ લોકસભા સીટ ન જીતનાર ભાજપ હવે પરંપરા તોડવા માટે મક્કમ

2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ એવા રાજ્યો તરફ નજર કરી રહ્યું છે જ્યાં તેને અગાઉ સફળતા મળી નથી. ભારતમાંથી દક્ષિણના પાંચ રાજ્યોમાં કુલ 129 લોકસભા સીટો છે અને 2019માં તેને માત્ર 29 સીટો પર જ સફળતા મળી હતી. કર્ણાટકની 25 અને તેલંગાણાની ચાર બેઠકો સિવાય બાકીના ત્રણ રાજ્યો કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભાજપનું ખાતું પણ ખૂલ્યું ન હતું.

 

 

હવે ભાજપ લોકસભાની 20 બેઠકો ધરાવતા કેરળમાં જૂની તમામ પરંપરાઓ તોડવાની યોજના બનાવી રહી છે. અત્યાર સુધીના ચૂંટણી ઈતિહાસમાં ભારતીય જનતા પાર્ટી કેરળમાં એક પણ લોકસભા સીટ જીતી શકી નથી. તાજેતરમાં જ પીએમ મોદીએ થ્રિસુરમાં રોડ શો અને રેલી કરીને એ વાતનો સંકેત આપી દીધો હતો કે ભાજપે કેરળમાં સફળતા માટે કમર કસી લીધી છે.

 

 

-- ઘણી બેઠકો પર એઝાવા સમુદાયના નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે ભાજપ :- કેરળ એક એવું રાજ્ય છે જ્યાં હિન્દુઓની વસ્તી 54 ટકાથી વધુ છે. આ રાજ્યમાં 26.56 ટકા વસ્તી મુસ્લિમ અને 18 ટકા ખ્રિસ્તી છે. ભાજપ હિન્દુ મતદારો ધરાવતા વિસ્તારો પર ફોકસ કરી રહ્યું છે. આરએસએસની હાજરીને કારણે અહીં ભાજપની આશા જીવંત છે, પરંતુ અહીં પાર્ટીના કાર્યકરો ભાગ્યે જ જનતા વચ્ચે પોતાની નોંધ લેવડાવવામાં સફળ રહ્યા છે. . અત્યાર સુધીની ચૂંટણીમાં મજબૂત દાવેદારોના અભાવને કારણે દક્ષિણપંથી મતદારો કોંગ્રેસને મત આપતા રહ્યા. છેલ્લી બે લોકસભા ચૂંટણીઓમાં, ભાજપે અભિનેતા સુરેશ ગોપી, કેપી શ્રીસન, કુમ્મનમ રાજશેખરન અને ઓ રાજગોપાલ જેવા નેતાઓને મેદાનમાં ઉતારીને તેની મજબૂત હાજરીનો અનુભવ કરાવ્યો છે. જીતવા માટે, ભાજપ એઝાવા સમુદાય અને ખ્રિસ્તી મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહી છે. . આ ચૂંટણીમાં ભાજપ ઘણી બેઠકો પર એઝાવા સમુદાયના નેતાઓને ઉતારી શકે છે. મધ્ય કેરળની ત્રિશૂર, પથાનમથિટ્ટા, અટ્ટિંગલ અને તિરુવનંતપુરમ લોકસભા બેઠકો પર ભાજપની નજર છે.

 

 

-- એક્ટર સુરેશ ગોપીને ફરી ત્રિશૂરમાં ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે :- પાર્ટી ફરી એકવાર પૂર્વ રાજ્યસભા સાંસદ સુરેશ ગોપીને ત્રિશૂર લોકસભા સીટથી પોતાનો ઉમેદવાર બનાવી શકે છે. સુરેશ ગોપીને 2019ની ચૂંટણીમાં 28.2 ટકા વોટ મળ્યા હતા. આ સિવાય તિરુવનંતપુરમ સીટ પર કોંગ્રેસના નેતા શશિ થરૂર સામે ચૂંટણી લડવા માટે કોઈ મોટા ચહેરાને પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. શશિ થરૂર તિરુવનંતપુરમ બેઠક પરથી ચોથી વખત ચૂંટણી લડશે. 2009, 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપ આ બેઠક પરથી ચૂંટણી હારી હોવા છતાં.

 

 

દરેક ચૂંટણીમાં મતોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. 2019ની ચૂંટણીમાં ભાજપના નેતા કુમ્મનમ રાજશેખરનને 31 ટકા અને કોંગ્રેસના નેતા શશિ થરૂરને 41 ટકા વોટ મળ્યા હતા. પથાનમથિટ્ટા સીટ પર પણ ભાજપનો વોટ શેર 28 ટકાની નજીક પહોંચી ગયો હતો. અટીંગલ લોકસભા સીટ પર પણ પાર્ટીને 24 ટકા વોટ મળ્યા હતા. ભાજપને આશા છે કે તે કેરળમાં ઉચ્ચ જાતિ ગણાતા નાયર, બિન-કેથોલિક ખ્રિસ્તી અને એઝાવા સમુદાયોની નજીક જઈને આ બેઠકો જીતી શકે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!