Dark Mode
Image
  • Monday, 29 April 2024

બિલ ગેટ્સે લીધો PM Modiનો ઇન્ટરવ્યૂ, જાણો કયા વિષય પર શું વાતચીત થઇ ?

બિલ ગેટ્સે લીધો PM Modiનો ઇન્ટરવ્યૂ, જાણો કયા વિષય પર શું વાતચીત થઇ ?

સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને જાણવાની ઈચ્છા છે ત્યારે માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પીએમ નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો છે. આ દરમિયાન પીએમ મોદીએ દેશના વૈજ્ઞાનિક, સ્વાસ્થ્ય અને અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી. ઈન્ટરવ્યુના એક ભાગમાં પીએમ મોદીએ કહ્યું છે કે અમારા દેશમાં બાળક પણ જન્મે છે તો AI ( આઇ) કહે છે.
આ ઇન્ટરવ્યુ આજે સવારે 9:00 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેને ચૂકશો નહીં. આજે સવારે 9:00 કલાકે મારી અને બિલ ગેટ્સ વચ્ચે વિજ્ઞાન, આરોગ્ય ક્ષેત્ર, આબોહવા સહિતના અનેક મુદ્દાઓ પર વિશેષ ચર્ચા પ્રસારિત કરવામાં આવશે.

 

---ઇન્ટરવ્યુની થીમ ખાસ છે----

 

પીએમ મોદી અને બિલ ગેટ્સ વચ્ચેની ખાસ વાતચીતની થીમ 'ફ્રોમ એઆઈથી ડિજિટલ પેમેન્ટ્સ' છે. સમાચાર એજન્સી ANI એ ગુરુવારે (28 માર્ચે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેનો પ્રોમો રિલીઝ કર્યો હતો.
ટીઝરમાં વડાપ્રધાન મોદી બિલ ગેટ્સ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડિજિટલ રિવોલ્યુશન, હેલ્થકેર, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, વુમન પાવર, ક્લાઈમેટ ચેન્જ અને ગવર્નન્સ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરતા જોવા મળે છે. પીએમએ બિલ ગેટ્સને નમો એપના 'ફોટો બૂથ' ફીચર વિશે પણ જણાવ્યું, જેને જોઈને ગેટ્સ આશ્ચર્યચકિત થઈ ગયા.

 

---સાયકલ સવારો દેશમાં ડ્રોન ઉડાવી રહ્યા છે---

 

ઈન્ટરવ્યુ દરમિયાન બિલ ગેટ્સે પીએમ મોદીને કહ્યું, 'ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતે બતાવેલ રસ્તો દરેક માટે હોવો જોઈએ.' તેના પર પીએમ મોદી કહે છે, 'ગામમાં મહિલાઓ એટલે ભેંસ ચરાવવી, ગાય ચરાવવી, દૂધ કાઢવું. જોકે એવું નથી. મેં તેમના હાથમાં ટેક્નોલોજી (ડ્રોન) આપી દીધી છે. આ દિવસોમાં, જ્યારે હું ડ્રોન દીદી સાથે વાત કરું છું, ત્યારે તે ખૂબ જ ખુશ છે. તે કહે છે કે અમને સાઈકલ ચલાવતા આવડતું નહોતું, આજે અમે પાઈલટ બની ગયા છીએ, ડ્રોન ઉડાવીએ છીએ.

 

---PMએ G-20 પર આ વાત કહી----

 

બંને વચ્ચેની વાતચીત વડાપ્રધાનના નિવાસસ્થાને થઈ હતી. આ ઇન્ટરવ્યુની થીમ ફ્રોમ AI ટુ ડિજિટલ પેમેન્ટ્સ છે. PM નરેન્દ્ર મોદી અને બિલ ગેટ્સે 2023 G-20 સમિટ અંગે પણ ચર્ચા કરી હતી. ગયા વર્ષે ભારતમાં આ સમિટ યોજાઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે G-20 સમિટ પહેલા અમે વ્યાપક ચર્ચા કરી હતી અને તમે જોયું હશે કે સમિટની કાર્યવાહીમાં ઘણા વળાંક આવ્યા હતા. હું માનું છું કે અમે હવે G-20ના ઉદ્દેશ્યો સાથે સંકલિત થઈ ગયા છીએ અને તેમને મુખ્ય પ્રવાહમાં લઈ જઈ રહ્યા છીએ. બિલ ગેટ્સે કહ્યું કે ભારતને G-20 સમિટની યજમાની કરી રહ્યું છે તે જોઈને ખૂબ આનંદ થયો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!