Dark Mode
Image
  • Monday, 20 May 2024

‘બાઝીગર’ ફેમ અભિનેતા દલીપ તાહિલને થઈ જેલની સજા, પાંચ વર્ષથી હિટ એન્ડ રન કેસમાં હતા આરોપી

‘બાઝીગર’ ફેમ અભિનેતા દલીપ તાહિલને થઈ જેલની સજા, પાંચ વર્ષથી હિટ એન્ડ રન કેસમાં હતા આરોપી

બોલિવુડ અભિનેતા દલીપ તાહિલને પાંચ વર્ષ જૂના ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસમાં બે મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.

 

65 વર્ષીય બોલિવુડ અભિનેતા દલીપ તાહિલ પર પાંચ વર્ષ પહેલાં ડ્રંક ડ્રાઈવિંગ કેસ થયો હતો, જેનો આજે ચુકાદો આવ્યો છે. દલીપ તાહિલને હિટ એન્ડ રન કેસમાં 2 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ મામલો 2018નો છે, જ્યારે દલીપ તહીલે નશામાં ધૂત બનીને એક ઓટોને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હતી.

 

 

ડોક્ટરની રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવ્યો

 

કોર્ટે દલીપ તાહિલ કેસમાં ડોક્ટરની રિપોર્ટના આધારે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એક રિપોર્ટ મુજબ, અભિનેતાની તપાસ કરનારા ડોક્ટરે એવો અભિપ્રાય આપ્યો હતો કે, દારૂની ગંધ મળી આવી હતી, તેમની ચાલવાની શૈલી અસ્થિર હતી, તેમની આંખની કીકી પહોળી થઈ ગઈ હતી અને તેઓ યોગ્ય રીતે બોલી પણ નહોતા શકતા. મેજિસ્ટ્રેટની અદાલતે અભિનેતા દલીપ તાહિલને દોષિત જાહેર કર્યા હતા અને બે મહિનાના સાધારણ જેલવાસની સજા સંભળાવી હતી.

 

 

2018માં બની હતી આ ઘટના

 

વાસ્તવમાં આ મામલો 5 વર્ષ જૂનો, 2018નો છે. એ વખતે દલીપ તાહિલની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર નશામાં ગાડી ચલાવવાનો અને કારથી એક ઓટોને ટક્કર મારવાનો આરોપ હતો. આ ઘટનામાં ઓટોમાં સવાર યુવતી ઘાયલ થઈ હતી. જોકે, બાદમાં દલીપ તાહિલને  જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે, કેસ તો ચાલુ જ હતો. હવે આ અંગે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ઓટોને ટક્કર માર્યા બાદ દલીપ તાહિલ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

 

નશામાં બેદરકારીથી કાર ચલાવવા મામલે થઈ ધરપકડ

 

એક ન્યુઝ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, એ વખતે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનના એક ઈન્સ્પેક્ટરે જણાવ્યા અનુસાર, દલીપ તાહિલે બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો ઈનકાર કરી દીધો હતો. તો પોલીસે ઘટનામાં ઘાયલ થયેલા ત્રણ લોકોનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. જે પછી દલીપની વિરુદ્ધ નશામાં બેદરકારીથી ગાડી ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર છોડવામાં આવ્યા હતા.

 

જાણીતી હિંદી ફિલ્મોમાં કર્યું છે કામ

 

 

ઉલ્લેખનીય છે કે, દલીપ તાહિલ હિંદી સિનેમાનો જાણીતો ચહેરો છે. તેમણે બાઝીગર, રાજા, ઈશ્ક, કહો ના પ્યાર હૈ વગેરે ફિલ્મોમાં અભિનય કર્યો છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!