Dark Mode
Image
  • Sunday, 19 May 2024

પંજાબના કલાકારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને આવકારવા બાઈડેનની વિશાળ પેઈન્ટિંગ બનાવી

પંજાબના કલાકારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને આવકારવા બાઈડેનની વિશાળ પેઈન્ટિંગ બનાવી

પંજાબના કલાકારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની વિશાળ પેઈન્ટિંગ બનાવી, તેને વ્હાઈટ હાઉસમાં મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી.


દિલ્લીમાં યોજાનાર G20 સમિટને લઈ મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો મુલાકાત લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ દિલ્લી મુલાકાતે આવા ઉત્સુક છે. આ વચ્ચે પંજાબના અમૃતસરના એક કલાકાર ડૉ.જગજોત સિંહે રાષ્ટ્રપતિ જો બાઈડેનને આવકારવા માટે એક સુંદર પેઈન્ટિંગ બનાવી છે.

 

આ અઠવાડિયે દેશની રાજધાની નવી દિલ્હીમાં G20 સમિટ યોજાવા જઈ રહી છે. આ પહેલીવાર છે જ્યારે ભારતને G20ની અધ્યક્ષતાની તક મળી છે. આ G20 સમિટમાં અમેરિકા, રશિયા, ચીન, જાપાન સહિત 19 દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. જેના માટે દિલ્હીમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ પ્રથમ વખત ભારત આવી રહ્યા છે. ત્યારે પંજાબના એક કલાકારે જો બાઈડેનને ભેટ આપવા માટે તેમની વિશાળ પેઈન્ટિંગ બનાવી છે.

 

રાષ્ટ્રપતિ બાઈડેનને આવકારવા માટે બનાવી પેઈન્ટિંગ

 


અમૃતસર સ્થિત કલાકાર ડૉ. જગજોત સિંહનું કહેવું છે કે જો બાઈડેન પ્રથમ વખત ભારત આવી રહ્યા છે. જેને જોતા મે તેમના માટે એક પેઈન્ટિંગ બનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ અમેરિકા જાય છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. એટલા માટે મેં વિચાર્યું કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારત આવશે ત્યારે હું તેમની એક પેઈન્ટિંગ બનાવીશ. ડૉ. જગજોત સિંહે કહ્યું કે તેમને આ પેઈન્ટિંગ બનાવવામાં આશરે 10 દિવસનો સમય લાગ્યો હતો. આ ચિત્રનું કદ 7 બાય 5 ફૂટ છે. પેઈન્ટિંગ સંપૂર્ણપણે હાથથી બનાવેલી છે.

 

 

PM મોદી અને રાષ્ટ્રપતિ તરફથી મળ્યા પ્રશંસા પત્રો


આ પહેલા કલાકાર ડો.જગજોત સિંહે PM મોદીની તસવીર બનાવી ચૂક્યા છે. તેમના માટે પ્રશંસા પત્ર પણ મોકલવામાં આવ્યો હતો. આ સિવાય તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટીલ તરફથી પણ પ્રશંસા પત્રો મળ્યા છે. તેમણે અત્યાર સુધીમાં હજારો મહાનુભાવોની સુંદર પેઈન્ટિંગ્સ બનાવી છે. ડૉ. જગજોત સિંહનું કહેવું છે કે તેઓ જો બાઈડેનને મળવા અને તેમને આ પેઈન્ટિંગ રજૂ કરવા માગતા હતા. પરંતુ તે ખૂબ જ વ્યસ્ત રહેશે. એટલા માટે તે કુરિયર દ્વારા પેઈન્ટિંગ મોકલશે. તેમની ઈચ્છા છે કે આ પેઈન્ટિંગ વ્હાઇટ હાઉસમાં લગાવવામાં આવે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!