Dark Mode
Image
  • Monday, 13 May 2024

મુફ્તી સલમાન અઝહરી સામે હેટ સ્પીચ બદલ વધુ એક કચ્છમાં ફરિયાદ

મુફ્તી સલમાન અઝહરી સામે હેટ સ્પીચ બદલ વધુ એક કચ્છમાં ફરિયાદ

બુલેટિન ઈન્ડિયા કચ્છ : કથિત હેટ સ્પીચ કેસમાં જૂનાગઢ પોલીસે ધરપકડ કર્યાના થોડા દિવસો બાદ સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ઇસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરી સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અઝહરી વિરુદ્ધ 31મી જાન્યુઆરીએ સામખિયાળીમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

 

જૂનાગઢના કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ બદલ મૌલાના પહેલાથી જ પોલીસ રિમાન્ડ પર છે. જૂનાગઢની ઘટના પહેલા મૌલાનાએ સામખિલ્યીમાં પણ આવું જ ભાષણ આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, "મોહમ્મદ-એ-અર્બીનો એક સેવક આવશે, કોઈક, હુઝુર-એ-પાકનો ગુલામ આવશે, અને અઝાનનો અવાજ ફરીથી ગુંજશે.

 

 

મૌન થોડા દિવસો માટે છે; પછી અવાજ આવશે, આજે કૂતરાનો દિવસ છે અને આવતીકાલે આપણો યુગ આવશે. "અઝહરી અને કાર્યક્રમના આયોજકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પણ પ્રશ્નો છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!