Dark Mode
Image
  • Friday, 17 May 2024

ઉત્તર પ્રદેશા વારાણસીમાં કરંટવાળા પાણીમાં તડફડ્યા મારતા બાળકનો વૃદ્ધાએ બચાવ્યો જીવ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ઉત્તર પ્રદેશા વારાણસીમાં કરંટવાળા પાણીમાં તડફડ્યા મારતા બાળકનો વૃદ્ધાએ બચાવ્યો જીવ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ઉત્તર પ્રદેશા વારાણસીમાં કરંટવાળા પાણીમાં તડફડ્યા મારતા બાળકનો વૃદ્ધાએ બચાવ્યો જીવ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

 

લોકો પાણીમાં ઈલેક્ટ્રીક શોકથી પીડિત બાળકને જોતા રહ્યા, પોતાની જાતને જોખમમાં મુકી, વૃદ્ધે હિંમત બતાવી તેનો જીવ બચાવ્યો.

 

ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક વૃદ્ધે કરી સરાહનીય કામગીરી. વરસાદને કારણે એક માસુમ બાળક કરંટવાળા પાણીમાં પડી ગયો. કરંટને કારણે બાળક રસ્તા પર તડફાડ્યા મારવા લાગ્યો. આ દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિએ હિંમત બતાવીને બાળકનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન સ્થળ પર હાજર અન્ય લોકો માત્ર બાળકને જોતા રહ્યાં. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ. લોકોએ વૃદ્ધાની હિમત જોઈને

 

 

મળતી માહિતી મુજબ, આ મામલો વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનના હબીબપુરા વિસ્તારનો છે. આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. તે જગ્યાએ વીજ પોલ હતો, ત્યાં એક બાળકને વીજ કરંટ લાગ્યો અને તે કરંટવાળા પાણીમાં પડી ગયો.

 

જ્યારે લોકોએ બાળકને વીજ શોકથી પીડિત જોયો ત્યારે રિક્ષા થંભી ગઈ. પાણીમાં વીજ શોક લાગવાથી બાળકને જોઈને એક વૃદ્ધે આગળ આવીને બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને પણ વીજ શોક લાગ્યો હતો. જેના કારણે તે પીછેહઠ કરી ગયા હતા. આ દરમિયાન અન્ય એક વૃદ્ધ વ્યક્તિએ હાથ વડે ઈશારો કરીને રસ્તા પરનો ટ્રાફિક અટકાવ્યો હતો. આ પછી વૃદ્ધે એક વ્યક્તિ પાસે લાકડી માગી અને પછી ફરીથી લાકડીની મદદથી બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો.

 

 

જ્યારે વૃદ્ધે બાળક તરફ લાકડી લંબાવી, ત્યારે બાળક તેને મજબૂત રીતે પકડી ન શક્યો. વૃદ્ધે ફરીથી લાકડી બાળક તરફ લંબાવી અને બાળકે તેના હાથથી લાકડી પકડી અને પછી વૃદ્ધાએ બાળકને પોતાની તરફ ખેંચ્યું, ત્યારે બાળકનો જીવ બચી ગયો.

 

આ સમગ્ર ઘટના દરમિયાન બાળક પાણીમાં વીજ કરંટથી પીડાતો રહ્યો અને આસપાસના લોકો આ દ્રશ્યો જોતા રહ્યા. વૃદ્ધા સિવાય બાળકને બચાવવા કોઈ આગળ આવ્યું ન હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. લોકોએ વૃદ્ધ વ્યક્તિની બુદ્ધિ અને હિંમતની પ્રશંસા કરી.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!