Dark Mode
Image
  • Thursday, 09 May 2024

G20ની અધ્યક્ષતા માટે અમેરિકાએ ભારતનો આભાર વ્યક્ત કર્યો, કહ્યું- અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી | America thanked India for chairing the G20, said- We are grateful to PM Modi

G20ની અધ્યક્ષતા માટે અમેરિકાએ ભારતનો આભાર વ્યક્ત કર્યો, કહ્યું- અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી | America thanked India for chairing the G20, said- We are grateful to PM Modi

G20ની અધ્યક્ષતા માટે અમેરિકાએ ભારતનો આભાર વ્યક્ત કર્યો, કહ્યું- અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છીએ

 

ભારતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ દિલ્લીમાં G20ની અધ્યક્ષતા કરી હતી. આ ઘટનાને લઈને ચારેકોર ચર્ચા ચાલી રહી છે. તમામ દેશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ્તાના વખાણ કરી રહ્યા છે. અમેરિકાએ G20ની અધ્યક્ષતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. અમેરિકા તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન ખૂબ જ સકારાત્મક અને આશાવાદી લાગણી સાથે પરત ફર્યા છે.

 

ભારતે આ વખતે શાનદાર રીતે G20ની અધ્યક્ષતા કરી છે. 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્લીમાં આયોજિત G20 સમિટમાં તમામ દેશોના નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ ભાગ લીધો હતો. ભારતના આ નેતૃત્વની તમામ સામેલ દેશો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

 

 

વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે G20ની અધ્યક્ષતા માટે અમેરિકા ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન દિલ્લીમાં નેતાઓની સમિટથી ખૂબ જ "સકારાત્મક અને આશાવાદી" છે, એમ ઉમેર્યું.

 

નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના વ્યૂહાત્મક સંચારના સંયોજક જ્હોન કિર્બીએ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, "બાઈડેન G20માંથી પાછા ફર્યા છે અને તે ખૂબ જ સકારાત્મક અને આશાવાદી છે. G20માં ખૂબ જ સારી રીતે તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી. અમે બધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા માટે આભારી છીએ."

 

 

આ વખતે ભારતે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના સમૂહની અધ્યક્ષતા કરી હતી. કિર્બીએ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ દિલ્લીમાં આયોજિત G20 નેતાઓની સમિટનો ઉલ્લેખ કરતા કહ્યું, "તે ખૂબ જ ફળદાયી 2 દિવસ હતા."

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!