Dark Mode
Image
  • Monday, 20 May 2024

અખિલેશ યાદવ યૂપીને પાકિસ્તાન બનાવવા માંગે છે, ભાજપના નેતા સુબ્રત પાઠકે સપાના વડા પર કર્યા શાબ્દિક પ્રહાર

અખિલેશ યાદવ યૂપીને પાકિસ્તાન બનાવવા માંગે છે, ભાજપના નેતા સુબ્રત પાઠકે સપાના વડા પર કર્યા શાબ્દિક પ્રહાર

ચૂંટણી પહેલા તમામ પક્ષોના ઉમેદવારો મેદાનમાં છે અને ફરી એકવાર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. કન્નૌજથી બીજેપી સાંસદ સુબ્રત પાઠક ઔરૈયા જિલ્લાની બિધુના વિધાનસભા પહોંચ્યા અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર મોટું નિવેદન આપ્યું. ભાજપના સાંસદ સુબ્રત પાઠકે કહ્યું કે સપાના વડા અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશને પાકિસ્તાન બનાવવા માંગે છે, તેથી જ તેઓ માફિયા મુખ્તાર અંસારીની કબર પર ગયા છે અને તેમના મૃતદેહ પર આંસુ વહાવ્યા છે.

 

 

પીએમ મોદીએ કહ્યું પીલીભીતને મુંબઇ જેવું બનાવીશું તો ખોટુ શું છે ?

 

ભાજપના સાંસદ સુબ્રત પાઠકે કહ્યું કે પીએમ મોદી કહે છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે, અમે તેને વિકસિત રાષ્ટ્ર બનાવીશું, અમે તેને ક્વિટો જેવું બનાવીશું. જે ઓછા વિકસિત શહેરો છે, અમે તેમને પૂર્ણ વિકસિત શહેર બનાવીશું. જો તેઓએ કહ્યું કે તેઓ પીલીભીતને મુંબઈ બનાવી દેશે તો તેમાં ખોટુ શું છે. અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ભારતને પાકિસ્તાન બનાવવા માંગે છે. તેથી જ આજે એક માફિયાની કબર પર રડવા ગયા છે.

 

 

ધમકીઓ આપવી અખિલેશનું ચરિત્ર છેઃ સુબ્રત પાઠક

 

અખિલેશ યાદવ અંગે બીજેપી સાંસદે કહ્યું કે, ધમકીઓ આપવી તેમનું ચરિત્ર છે અને માત્ર આજનું જ નહીં, જ્યારથી હું રાજનીતિમાં જોડાયો છું, મેં રાજનીતિ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી મને સતત ધમકીઓ મળી રહી છે. અખિલેશ યાદવે મને ધમકી અપાવડાવી હતી, જ્યારે હું 2017માં ધમકીઓથી ડરતો ન હતો ત્યારે તેણે મારા પર ખોટો કેસ દાખલ કરીને મને જેલમાં મોકલી દીધો હતો અને મારા પરિવારને પણ હેરાન કર્યો હતો. રાજકારણમાં આ ધમકીઓ આવતી રહે છે, અમે જ વિચારધારાની લડાઇ લડીએ છીએ. અમે અખિલેશ યાદવની ગુંડાગીરી સામે લડી રહ્યા છીએ

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!