Dark Mode
Image
  • Tuesday, 14 May 2024

બનાસકાંઠાના ડીસામાં દબાણદારો સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી

બનાસકાંઠાના ડીસામાં દબાણદારો સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી

બનાસકાંઠાના ડીસામાં દબાણદારો સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી

 

ગેરકાયદેસર બાંધકામ કરનાર 6 દબાણકારોને આખરી નોટીસ


બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર બાંધકામ કરનાર 6 દબાણકારોને નગરપાલિકાએ આખરી નોટીસ પાઠવી 7 દિવસમાં સમાન હટાવી લેવા હુકમ કર્યો છે... ડીસા નગરપાલિકા વિસ્તારમાં બનાસ નદી તરફ જતા રોડને અડીને રિલાયન્સ પેટ્રોલ પંપ અને ટીવી પેટ્રોલ પંપની વચ્ચે આવેલ જમીનમાં દબાણકર્તાઓએ પાલિકાની પરવાનગી વગર દુકાનો બનાવી પાકુ બાંધકામ કરી દીધુ છે..

 

મંજૂરી લેવાની રહેતી નથી તેવો નગરપાલિકાને નોટિસનો વળતો જવાબ આપ્યો


જે અંગે નગરપાલિકાએ અગાઉ તેઓને વારંવાર નોટિસ પાઠવી હતી. જેના જવાબમાં તેઓએ આ બાંધકામ ઢોર ઢાખરના ચારા માટે અને ખેતી પાકના ઉત્પાદનો રાખવા માટે કાચા પતરાવાળું ગોડાઉન બનાવાયું છે, અને તેમાં કોઈ પ્રકારની મંજૂરી લેવાની રહેતી નથી તેવો નગરપાલિકાને નોટિસનો વળતો જવાબ આપ્યો હતો.


બાંધકામનો ઉપયોગ વાણિજ્ય પ્રકારે થતો હોવાથી પાલિકા દ્વારા બાંધકામ દૂર કરવા નોટિસો


જોકે નગરપાલિકાએ આ બાબતે ખાતરી કરાવતા આ બાંધકામનો ઉપયોગ વાણિજ્ય પ્રકારે થતો હોવાથી પાલિકા દ્વારા બાંધકામ દૂર કરવા નોટિસો અપાઇ હતી, અને હવે 7 દિવસમાં જરૂરી સામાન હટાવી લેવા સુચના આપી છે...

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!