Dark Mode
Image
  • Tuesday, 07 May 2024

એક અનોખી પહેલ, મતદાન કરનારને હોટલ, રેસ્ટોરન્ટ્સ, ફૂડ સ્ટોલ્સ પર મળશે ડિસ્કાઉન્ટ

એક અનોખી પહેલ, મતદાન કરનારને હોટલ, રેસ્ટોરન્ટ્સ, ફૂડ સ્ટોલ્સ પર મળશે ડિસ્કાઉન્ટ

આગામી લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે ગાંધીનગર ના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણી ના વેપારીઓ બિલમાં ૭ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મતદાન કરીને રેસ્ટોરન્ટ, આઇસ્ક્રીમ પાર્લર અને ફરસાણ ની દુકાને પોતાનો મતદાન કર્યાનું કાળુ ટપકું બતાવી મતદારો લાભ મેળવી શકશે. ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીએ વેપારીઓની બેઠક બોલાવી વધારે મતદાન માટે સહયોગ આપવા અપીલ કરી હતી.

 

 

-- જુનાગઢના નાના-મોટા 45 જેટલા ફૂડ સ્ટોલ-રેસ્ટોરાં માલિકોનું અભિયાન :- જૂનાગઢમાં હોટેલ્સ અને રેસ્ટોરાં માલિકોનો મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. બ્લૂ ટિક બતાવનારા મતદારોને 7 ટકા ડિસ્કાઉન્ટ મળશે. જૂનાગઢની નાની મોટી 45 હોટેલ માલિકોએ મળી અભિયાન શરૂ કર્યું છે. હોટેલ મલિકોએ જીલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્વૈચ્છિક સંમતિ દર્શાવી હતી. 7 મી મે નાં દિવસે યોજાનાર મતદાનને લઈ જૂનાગઢનાં વેપારીઓ દ્વારા આ અનોખી પહેલ કરાઇ છે.દેશમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. એક તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને આજે શુક્રવારે 80થી વધુ બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ પછી વધુ પાંચ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીના માહોલમાં ચૂંટણી પંચ સહિત વિવિધ સંસ્થાઓ વધુને વધુ મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહી છે. કંપનીઓ અને બિઝનેસ જગત પણ આ પ્રયાસોમાં પાછળ નથી.

 

 

-- રેસ્ટોરન્ટ્સથી લઇ ફ્લાઇટ્સ સુધીમાં ડિસ્કાઉન્ટ :- લોકોને મત આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણી કંપનીઓ અને વ્યવસાયો ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ માટે મતદાતાઓને વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યા છે. મતદારો માટે આ ડિસ્કાઉન્ટની શ્રેણી ખૂબ જ વિશાળ છે અને તેનો વિસ્તાર ઉડ્ડયનથી લઈને રેસ્ટોરન્ટ્સ સુધીનો છે.

 

 

-- 18 થી 22 વર્ષની વયના મતદારોને પોતાનો મત આપવા માટે ભાડામાં વિશેષ ડિસ્કાઉન્ટ :- ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્રથમ વખત 18 થી 22 વર્ષની વયના મતદારોને પોતાનો મત આપવા માટે ભાડામાં વિશેષ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો પ્રથમ વખત મતદાર પોતાનો મત આપવા માટે તેના સંસદીય મતવિસ્તારમાં જવા માંગે છે, તો તે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના ભાડામાં 19 ટકાના વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. આ ડિસ્કાઉન્ટ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ તેમજ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઉપલબ્ધ છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!