Dark Mode
Image
  • Friday, 17 May 2024

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મોટી દુર્ઘટના બની. બાળકો જ્યારે રોકેટ શેલથી રમી રહ્યાં હતા, ત્યારે થયો બ્લાસ્ટ, દુર્ઘટનામાં 8 લોકોના મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મોટી દુર્ઘટના બની. નાના બાળકો જ્યારે દારૂગોળા સાથે રમી રહ્યાં હતા ત્યારે એક ઘરમાં રોકેટ લોન્ચર શેલ વિસ્ફોટ થતાં એક પરિવારના 4 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા. પોલીસે આ અંગે આપી માહિતી. SSPએ જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે અને કંધકોટ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મોટી દુર્ઘટના બની. બાળકો જ્યારે રોકેટ શેલથી રમી રહ્યાં હતા, ત્યારે થયો બ્લાસ્ટ, દુર્ઘટનામાં 8 લોકોના મોત

કશ્મોર-કંધકોટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક SSP રોહિલ ખોસાએ જણાવ્યું હતું કે બાળકો જે સ્થળે રમી રહ્યાં હતા ત્યારે રોકેટનો શેલ મળ્યો હતો અને તેને ઘરે લઈ આવતા તેમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. દુર્ઘટનામાં એક જ પરિવારના 4 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા. SSPએ જણાવ્યું હતું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે અને કંધકોટ સિવિલ હોસ્પિટલમાં "ઈમરજન્સી" જાહેર કરી છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મોટી દુર્ઘટના બની. બાળકો જ્યારે રોકેટ શેલથી રમી રહ્યાં હતા, ત્યારે થયો બ્લાસ્ટ, દુર્ઘટનામાં 8 લોકોના મોત

સિંધના મુખ્યમંત્રી જસ્ટિસ મકબૂલ બકરે પ્રાંતીય મહાનિરીક્ષક પાસેથી એક અહેવાલ માગ્યો છે કે કેવી રીતે રોકેટ લોન્ચર પ્રાંતના કશ્મોર જિલ્લાના કંધકોટ તહસીલના જંગી સબજવાઈ ગોથ ગામમાં પહોંચ્યું. તેમણે પૂછ્યું કે, શું કાચા વિસ્તારોમાં શસ્ત્રોની દાણચોરી કરવામાં આવી રહી છે? શું ગામમાં ડાકુઓના સમર્થકો હાજર છે? આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા, બકરે ઈન્સ્પેક્ટર જનરલને ઘટનાનો "વિગતવાર અહેવાલ" સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે અને આ મામલે વધુ તપાસ કરવા જણાવ્યું છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!