Dark Mode
Image
  • Friday, 17 May 2024

પૂર્વોત્તરમાં આતંકવાદ, વિદ્રોહની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

પૂર્વોત્તરમાં આતંકવાદ, વિદ્રોહની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરમાં આતંકવાદ, ડાબેરી પાંખના ઉગ્રવાદ અને બળવાની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડો થયો છે. અમિત શાહ રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે 'પોલીસ સ્મારક દિવસ' પર બોલી રહ્યા હતા.

 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરમાં આતંકવાદ, ડાબેરી પાંખના ઉગ્રવાદ અને બળવાની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડો થયો છે. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશના "ત્રણ હોટસ્પોટ્સ - એલડબ્લ્યુઇ (ડાબેરી પાંખના ઉગ્રવાદ-અસરગ્રસ્ત રાજ્યો), ઉત્તરપૂર્વ અને જમ્મુ-કાશ્મીર - શાંતિપૂર્ણ બની રહ્યા છે."

 

રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ સ્મારક દિને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ ગૃહમંત્રીએ એક સભામાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ પોલિસી જાળવીને કડક કાયદા બનાવ્યા છે.

 

સરકારે પોલીસ દળના આધુનિકીકરણ માટે "પોલીસ ટેકનોલોજી મિશન"ની સ્થાપના કરીને વિશ્વમાં આતંકવાદ વિરોધી શ્રેષ્ઠ દળ બનાવવાની દિશામાં પણ કામ કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

 

 

 

શાહે કહ્યું કે મોદી સરકારે ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરબદલ માટે સંસદમાં ત્રણ બિલ રજૂ કર્યા છે. આ ત્રણ કાયદો 150 વર્ષ જૂના કાયદાઓનું સ્થાન લેશે અને દરેક નાગરિકને તમામ યોગ્ય બંધારણીય અધિકારોની બાંયધરી આપશે, એમ મંત્રીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સૂચિત કાયદાઓ ભારતીયતાને પણ પ્રતિબિંબિત કરશે.

 

શાહે જણાવ્યું હતું કે, "પોલીસ કર્મચારીઓના પ્રયત્નો અને સિદ્ધિઓને કારણે ઉત્તરપૂર્વમાં આતંક, ડાબેરી ઉગ્રવાદ અને બળવાની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડો થયો છે."

 

અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદીઓ સામે લડવું હોય, ગુનાખોરી રોકવી હોય, ભારે ભીડની સામે કાયદો અને વ્યવસ્થા જાળવવી હોય કે પછી આપત્તિઓ દરમિયાન ઢાલ તરીકે કામ કરીને લોકોની સુરક્ષા કરવાની વાત હોય, પોલીસ કર્મચારીઓએ તમામ પરિસ્થિતિઓમાં પોતાને સાબિત કર્યા છે.

 

 

 

આપત્તિમાં પોલીસ કર્મચારીઓએ ભજવેલી ભૂમિકાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) મારફતે વિવિધ પોલીસ દળોના જવાનોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં વિશ્વભરમાં નામના મેળવી છે.

 

અમિત શાહે કહ્યું, "ગમે તેટલી મોટી આપત્તિ હોય, જ્યારે એનડીઆરએફના જવાનો ત્યાં પહોંચે છે, ત્યારે લોકોને વિશ્વાસ આવે છે કે હવે એનડીઆરએફ આવી ગયું હોવાથી કોઈ સમસ્યા નથી."

 

અમિત શાહે કહ્યું હતું કે, મોદી સરકાર પોલીસ કર્મચારીઓના કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલી અનેક યોજનાઓમાં સમયાંતરે ફેરફાર કરીને તેમાં સુધારો લાવવાની દિશામાં કામ કરી રહી છે. મોદી સરકાર તમામ કર્મચારીઓના કલ્યાણ માટે સમર્પિત છે અને તેમની સલામતી માટે ચિંતિત છે, એમ તેમણે જણાવ્યું હતું.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!