Dark Mode
Image
  • Tuesday, 21 May 2024

6 મહિલા રેસલર્સે લગાવ્યો યૌન શોષણનો આરોપ

6 મહિલા રેસલર્સે લગાવ્યો યૌન શોષણનો આરોપ

રેસલિંગ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે. આ સાથે બ્રિજ ભૂષણના સચિવ વિનોદ તોમર સામે આરોપો ઘડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે આ આદેશ આપ્યો હતો.

 

કોર્ટે કહ્યું કે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવા માટે પૂરતા પુરાવા છે. બ્રિજ ભૂષણ સામે કલમ 354 (કોઇ મહિલાની ગરીમાને ઠેસ પહોંચડવાના ઇરાદાથી તેના પર હુમલો કે અપરાધિક બળનો ઉપયોગ), 354-A (જાતીય સતામણી) અને કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે વિનોદ તોમર સામે કલમ 506(1) હેઠળ આરોપો ઘડવાના પુરાવા છે.

 

6 મહિલા રેસલર્સે યૌન શોષણના આરોપ લગાવ્યા છે.15 જૂન, 2023ના રોજ, દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સિંઘ સામે કલમ 354, 354-A (જાતીય સતામણી), 354-D (પીછો કરવો), હેઠળ કેસ નોંધ્યો હતો. કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ભાજપના સાંસદ પર છ કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેમની ફરિયાદના આધારે પોલીસે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી.

 

સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી હતી.ફરિયાદીઓએ અગાઉ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. 26 એપ્રિલે કોર્ટે બ્રિજ ભૂષણ દ્વારા કેસની વધુ તપાસ માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!