Dark Mode
Image
  • Thursday, 16 May 2024

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને પગલે અમેરિકાનો મોટો નિર્ણય, એલર્ટ પર રાખ્યા 2000 અમેરિકી જવાનો

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને પગલે અમેરિકાનો મોટો નિર્ણય, એલર્ટ પર રાખ્યા 2000 અમેરિકી જવાનો

ઇઝરાઇલ-હમાસ યુદ્ધ: યુએસ સંરક્ષણ સચિવે કર્મચારીઓ અને એકમોની શ્રેણીને "ઓર્ડર ગોઠવવાની તૈયારી દ્વારા તૈયારીની ઉચ્ચ સ્થિતિમાં" મૂક્યા.  ગાઝામાં ઇઝરાઇલ અને હમાસ વચ્ચે વધી રહેલા સંઘર્ષના જવાબમાં પેન્ટાગોને જણાવ્યું હતું કે, અમેરિકન સૈન્યએ 2,000 સૈનિકોને તૈનાત એલર્ટ પર રાખ્યા છે.

 

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સ્થિતિ વધુને વધુ ખરાબ રહી છે. બંને તરફથી અત્યાર સુધીમાં 4400થી વધુ લોકોના મોત થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, આ સંઘર્ષમાં 2,670 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે 9,600 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તે જ સમયે, ઈઝરાયલ પર હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1400થી વધુ ઈઝરાયલી નાગરિકોના મોત થયા છે.

 

 

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતે ઈઝરાયેલની મુલાકાત લેશે, પરંતુ આ દરમિયાન આશરે 2000 અમેરિકન જવાનોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. યુદ્ધ વધુ બેકાબૂ થાય તો આ જવાનો ઈઝરાયલી સેનાને મદદરૂપ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જવાનોને ક્યાં તૈનાત કરવામાં આવશે તેના પર અમેરિકાની રક્ષા એજન્સી પેન્ટાગોને હાલમાં કહ્યું છે કે અમેરિકી સેનાને એલર્ટ મોડ પર તૈયાર રાખવામાં આવી છે, પરંતુ તેને તૈનાત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

પેન્ટાગોનના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સબરીના સિંઘે ગેરાલ્ડ આર. યુએસ-યુરોપિયન કમાન્ડ એરિયામાં તૈનાત કરાયેલા ફોર્ડ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપની જમાવટને લંબાવવામાં આવી છે અને તેનો છ મહિનાનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે.

 

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને પગલે અમેરિકાનો મોટો નિર્ણય, એલર્ટ પર રાખ્યા 2000 અમેરિકી જવાનો

મહત્વનું છે કે યુદ્ધે 10 દિવસથી વધુ સમય વીતી ગયો છે. જો કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે સ્થિતિ સામાન્ય નથી થઈ રહી. એક તરફ ઈઝરાયલે વળતો પ્રહાર કરી ગાઝામાં હુમલા કરી રહ્યું છે. બીજી બાજુ ગાઝા પટ્ટી પર મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત સ્થળો પર પલાયન કરી રહ્યાં છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!