Dark Mode
Image
  • Tuesday, 07 May 2024

ચૂંટણી સમયે જ ભાજપના 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ચૂંટણી સમયે જ ભાજપના 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે પક્ષ પલટાનો મોસમ પણ શરુ છે જેમાં કેટલાક રાજકીય અગ્રણીઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે તો કેટલાક જિલ્લાઓમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી રહ્યાં છે. આ રાજકીય ખળભળાટ વચ્ચે કપડવંડના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.

ત્યારે અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ પક્ષપલટો કર્યો છે. છીપડી ગામના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. પંચાયત સદસ્ય, કિશાન મોરચાના અધ્યક્ષ તેમજ ખેડૂત આગેવાનો સહિત 100 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા છે. અને તેમનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્વાગત કરી ખેસ પહેરાવ્યો હતો.

 

ત્યારે લોકસભા ચૂંટણીને થોડા જ દિવસ બાકી રહ્યા છે અને ત્યારે પક્ષ પલટાના મોસમમાં ભાજપમાંથી 100 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે મોટી ખળભળાટના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!