આંદામાન સમુદ્રમાં ઉદ્દભવેલું ગંભીર ચક્રવાતી તોફાન ફેંગલ ઝડપથી ભારતીય દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે અને બુધવારે એટલે કે આજે વધુ તીવ્ર બનવાની ધારણા છે. આ તોફાનના કારણે શ્રીલંકા અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે તબાહી થઈ શકે છે. આ વાવાઝોડાની અસરને લઈને હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે.
-> તામિલનાડુ અને પુડુચેરીમાં 27 અને 28 નવેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી :- હાલ તોફાનના કારણે તમિલનાડુના વિવિધ ભાગોમાં ખાસ કરીને ચેન્નાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ફેંગલને કારણે તામિલનાડુ અને પુંડુચેરીમાં 27 અને 28 નવેમ્બરના રોજ ભારે વરસાદ અને તેજ પવનનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને તમિલનાડુમાં સ્થિત દરિયાકાંઠાના વિસ્તારો આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થશે.
-> NDRFની 7 ટીમો તૈનાત :- રાહત કામગીરીની તૈયારીના ભાગરૂપે NDRFની 7 ટીમો તૈનાત કરવામાં આવી છે અને રાજ્ય સરકારે શાળાઓ બંધ રાખવાની ભલામણ કરી છે. તોફાનનો સામનો કરવા માટે રાહત શિબિરો અને ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોમાં કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
-> માછીમારો માટે ખાસ સૂચનાઓ :- ચક્રવાતની અસરને કારણે, ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે અને લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ સંકટનો સામનો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને સંવેદનશીલ જિલ્લાઓમાં રાહત કામગીરી માટે અધિકારીઓને તૈનાત કર્યા હતા. તેમજ માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે અને શક્ય તમામ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
Leave a Reply