કર્ણાટકમાં 48 કલાક માટે દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાણકારી દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશનર મુલ્લઈ મુહિલાને આજે આપી. તેમણે જણાવ્યું કે દક્ષિણ કન્નડ જિલ્લાની બંટવાલ ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલની સીમા હેઠળ તમામ પ્રકારના દારૂના વેચાણ પર 48 કલાક માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.મુહિલાનએ કહ્યું, “આ પગલું હિંદુ સંગઠનો દ્વારા એક વાયરલ ઓડિયો સામે થયેલા વિરોધ પ્રદર્શન પછી લેવામાં આવ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં તણાવ ફેલાયો છે. આ પ્રતિબંધ તરત જ લાગુ થયો છે અને આગામી 48 કલાક સુધી લાગુ રહેશે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિબંધ લાગુ થવાને કારણે બંટવાલ ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલની સીમામાં દારૂની દુકાનો અને બાર આગલા આદેશ સુધી બંધ રહેશે.”
-> હૈદરાબાદમાં પણ દારૂ પર પ્રતિબંધ :- હૈદરાબાદ સિટી પોલીસે ગણેશ વિસર્જનના અંતિમ તબક્કા દરમિયાન લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે શહેરમાં દારૂના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. પોલીસ કમિશનર CV આનંદના આદેશ પ્રમાણે આ પ્રતિબંધ 17 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યાથી 18 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. આ પ્રતિબંધ હૈદરાબાદ અને સિકંદરાબાદમાં દારૂની દુકાનો, તાડીની દુકાનો અને બાર પર લાગુ થશે. આ નિર્ણય તેલંગાણા આબકારી અધિનિયમ, 1968ની ધારા 20 હેઠળ લેવામાં આવ્યો છે. જોકે, હોટેલ અને રજિસ્ટર્ડ ક્લબમાં આવેલા બાર પર આ પ્રતિબંધ લાગુ નહીં થાય.
-> ગણેશ વિસર્જનને કારણે નિર્ણય લેવાયો :- કાયદાનો અમલ કરાવનાર સ્થાનિક અધિકારીઓ, જેમ કે SHO અને વધારાના નિરીક્ષકોને આ આદેશને કડકાઈથી લાગુ કરાવવાનું અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ પગલું ગણેશ વિસર્જન દરમિયાન વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવાની કોશિશનો એક ભાગ છે.
Leave a Reply