એર ઈન્ડિયાની 25 વર્ષની મહિલા પાઈલટની આત્મહત્યા કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે મૃતક મહિલા પાયલોટનો બોયફ્રેન્ડ તેના પર નોનવેજ છોડી દેવાનું દબાણ કરી રહ્યો હતો. તે એ વાતથી પણ પરેશાન હતી કે તેનો બોયફ્રેન્ડ તેને ગમતી દરેક આદત બદલવા માંગતો હતો. પીડિતાના પરિવારજનોએ પોલીસને કરેલી ફરિયાદમાં પણ આ આરોપોનો ઉલ્લેખ કર્યો છે.તમને જણાવી દઈએ કે મુંબઈમાં એર ઈન્ડિયામાં કામ કરતી 25 વર્ષીય પાઈલટની લાશ તેના અંધેરીના ફ્લેટમાંથી મળી આવી હતી. મહિલા પાયલોટની ઓળખ સૃષ્ટિ તુલી તરીકે થઈ હતી. આ કેસમાં પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં તુલીના બોયફ્રેન્ડની પણ ધરપકડ કરી છે. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
સૃષ્ટિના કાકા વિવેક કુમારની ફરિયાદના આધારે પવઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં આવા કેટલાંક વાક્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે આરોપી આદિત્યએ સૃષ્ટિ તુલી સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું, જેના કારણે તે નારાજ થઈ ગઈ.વિવેક કુમારે કહ્યું કે આદિત્યને થોડા દિવસો પહેલા એક ફેમિલી ફંક્શનમાં જવું હતું અને તે ઈચ્છતો હતો કે સૃષ્ટિ તેની સાથે જાય. તેણે કથિત રીતે સૃષ્ટિને તે દિવસે ડ્યુટી પર જવાની જાણ હોવા છતાં તેને હાજરી આપવા માટે દબાણ કર્યું હતું અને આદિત્યએ ઘણા દિવસો સુધી સૃષ્ટિનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો. આ ઘટનાથી સૃષ્ટિ ખૂબ જ પરેશાન હતી.
બીજી ઘટનાનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે આ વર્ષે માર્ચમાં આદિત્યએ ફરી એકવાર સૃષ્ટિને બધાની સામે અપમાનિત કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ સાથે ડિનર કરવા ગયા હતા. ડિનર દરમિયાન જ્યારે સૃષ્ટિએ નોન-વેજ ફૂડ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આદિત્યએ માત્ર તેની સાથે દુર્વ્યવહાર જ નથી કર્યો પણ તેને બધાની સામે વેજ ફૂડ ખાવા માટે દબાણ કર્યું હતું. સૃષ્ટિએ આ ઘટનાનો ઉલ્લેખ તેના મિત્રને પણ કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે કેવી રીતે આદિત્યએ તેની સાથે ગેરવર્તન કર્યું હતું અને તેને રસ્તા પર એકલી છોડી દીધી હતી.
Leave a Reply