Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

Vivad Se Vishwas Scheme : ઇન્કમટેક્સ વિવાદોનો આવશે ઝડપી ઉકેલ, 1 ઓક્ટોબરથી લાગુ થશે વિવાદ સે વિશ્વાસ યોજના

Spread the love

બજેટ રજુ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરા વિવાદને જેમ બને તેમ જલદીથી ઉકેલી શકાય તેવી યોજના લાવવાની વાત કરી હતી હવે આ યોજનાની શરૂઆત થવા જઇ રહી છે… આ યોજનાનું નામ છે વિવાદ સે વિશ્વાસ યોજના , જે 1 ઓકટોબરથી અમલમાં આવશે. આ યોજના દ્વારા ટેક્સ સંબંધિત વણઉકેલાયેલા કેસોને ઝડપથી ઉકેલવામાં મદદ મળશે

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ યોજના, 2024 (DTVSV) શરૂ કરી છે, જે આગામી મહિના એટલે કે 1 ઓક્ટોબર, 2024 થી અમલમાં આવશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પીએમ મોદીની ત્રીજી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે આવકવેરા વિવાદને વહેલામાં વહેલી તકે ઉકેલવા માટે યોજના રજૂ કરવામાં આવશે અને હવે CBDTએ આ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના દ્વારા ટેક્સ સંબંધિત વણઉકેલાયેલા કેસોને ઝડપથી ઉકેલવામાં મદદ મળશે.

આ ટેક્સદાતાઓને થશે સૌથી વધુ લાભ

વિવાદ સે વિશ્વાસ યોજના (Vivad Se Vishwas Scheme) કેન્દ્ર સરકારની એવી યોજના છે, જેના દ્વારા ડાયરેક્ટ ટેક્સ સાથે સંબંધિત વિવાદોના ઉકેલ માટે ટેક્સદાતાઓને સરળ તક આપવામાં આવી છે. CBDT દ્વારા 1 ઓક્ટોબરથી અમલમાં આવનાર આ યોજનાના નિયમોને લઈને નોટિફિકેશન પણ જારી કરી દેવામાં આવ્યું છે. જો જોવામાં આવે તો આ યોજનાનો સૌથી વધુ લાભ તેવા ટેક્સદાતાઓને થશે, જેઓ 31 ડિસેમ્બર 2024 એટલે કે વર્ષના અંતિમ દિવસે સુધી સામે આવશે, તેમને મહત્તમ સેટલમેન્ટ રકમ મળી શકશે, જ્યારે આ ડેડલાઇન બાદ ફાઇલિંગ કરનારાઓને ઓછી સેટલમેન્ટ રકમ મળશે.

સરકારને યોજના પરથી છે આ મોટી આશા

વિવાદ સે વિશ્વાસ યોજનાનો હેતુ તેવા લોકોને રાહત આપવાનો છે, જેમની ટેક્સ લાયબિલિટી (દેવાં) અંગે અનેક વિવાદો છે અને જેમના ઇન્કમ ટેક્સ સંબંધિત વિવાદો વિવિધ કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટ, ઇન્કમ ટેક્સ અપિલેટ ટ્રિબ્યુનલ અને કમિશનર/સંયુક્ત કમિશનર (અપિલ)નો સમાવેશ થાય છે. સરકારને આશા છે કે આ યોજનાથી લગભગ 2.7 કરોડ ડાયરેક્ટ ટેક્સની માંગણીઓનો ઉકેલ થઈ શકશે, જેની કુલ રકમ લગભગ 35 લાખ કરોડ રૂપિયાની હશે. આવકવેરા વિભાગની આ યોજનાની પાછળનો હેતુ ઝડપથી આ કેસો ઉકેલવા માટેનો છે, જેમાં ચાર પ્રકારના ફોર્મ જારી કરવામાં આવ્યા છે.

ફોર્મ 1 – આમાં તમે ડિકલેરેશન ફાઇલ અને અંડરટેકિંગ આપશો
ફોર્મ 2 – આ સર્ટિફિકેટ માટે છે, જે પ્રાધિકૃત એજન્સી દ્વારા જારી કરવામાં આવશે
ફોર્મ 3 – આ ફોર્મ હેઠળ ડિકલેરેશન કરનાર ચુકવણીની માહિતી આપશે
ફોર્મ 4 – પ્રાધિકૃત એજન્સી દ્વારા ટેક્સ એરિયરનું સંપૂર્ણ અને અંતિમ સમાધાન આપવામાં આવશે

ફોર્મ 1 અને 3 ખૂબ જ જરૂરી છે

નવી સરકારી યોજનામાં, ફોર્મ 1ને ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલા દરેક વિવાદ માટે અલગ-અલગ ભરવું પડશે. જ્યારે ફોર્મ 3માં તમારે ચુકવણીની માહિતી શેર કરવી પડશે. તમને તમારી અપીલ, વાંધો, અરજી, રિટ પિટિશન અથવા દાવો પરત લેવા માટેનો પુરાવો પ્રાધિકૃત એજન્સીને આપવો પડશે. ફોર્મ 1 અને 3ને ટેક્સદારો દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે સબમિટ કરી શકાય છે. આ ફોર્મ્સ ઇન્કમ ટેક્સ વિભાગની ઇ-ફાઇલિંગ પોર્ટલ એટલે કે www.incometax.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ શું છે?

ભારતમાં ડાયરેક્ટ ટેક્સ હેઠળ ઇન્કમ ટેક્સ આવે છે. જે લોકો તેની માટે નક્કી કરાયેલા અંતર્ગત આવે છે, તેઓએ તેમના આવકવર્ગ મુજબ ટેક્સ ચૂકવવો પડે છે અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડે છે. ઇનડાયરેક્ટ ટેક્સ હેઠળ માલ અને સેવા કર એટલે કે GSTના કેસો આવે છે. તમે જે પણ વસ્તુ ખરીદો છો અથવા ટેલિકોમ જેવી કોઈ સેવાનો ઉપયોગ કરો છો, તો તેના પર GST ચૂકવવું પડે છે.


Spread the love

Read Previous

તિરુપતિ પ્રસાદ વિવાદઃઆંધ્ર પ્રદેશ સરકારને સૌથી કડક કાયદો બનાવવા અને દોષિતોને મૃત્યુદંડ આપવાની ‘બાગેશ્વર’ બાબાની માંગ

Read Next

PM મોદીએ તેમના ખાસ મિત્ર બિડેનને આપી આ કિંમતી ભેટ, જાણો શું છે આ ખાસ ભેટ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram