Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

US Election 2024 : ટ્રંપની હોટલમાં કામ કરતી મહિલાએ કમલા હેરિસ માટે કર્યો હતો પ્રચાર, હવે તેનું શું થશે ?

Spread the love

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. જો કે હવે ચિત્ર સ્પષ્ટ છે કે ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ હશે. આ દરમિયાન એક મહિલાની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની હોટલમાં કામ કરતી મેરિસેલા ઓલ્વેરા ઉત્તર લાસ વેગાસમાં લોકોના ઘરે જઈને ટ્રમ્પના હરીફ કમલા હેરિસ માટે વોટ માંગતી જોવા મળી હતી. હવે ટ્રમ્પ જીતી ગયા છે અને સવાલ ઉઠી રહ્યો છે કે તે મહિલાનું શું થશે. શું તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે?

શું છે ઘટના ?
ક્યુલિનરી વર્કર્સ યુનિયનના સભ્ય મેરિસેલા ઓલ્વેરા 12 વર્ષથી અમેરિકી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હોટલમાં કામ કરી રહી છે. મેરિસેલા ચૂંટણીના આગલા દિવસે લોકો સાથે વાત કરી રહી હતી. જો કે, મેરિસેલા તેના બોસ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નહીં પરંતુ તેના ચૂંટણી પ્રતિસ્પર્ધી કમલા હેરિસને મતદાન કરવાની વાત કરી રહી હતી.

મારીસેવા ઓલ્વેરાએ કમલા હેરિસ વિશે શું કહ્યું ?
52 વર્ષીય ઓલ્વેરાએ કહ્યું, ‘કમલા હેરિસ આજે જે સ્થાન પર છે તે સ્થાન પર પહોંચવા માટે તેઓએ ખુબ સંઘર્ષ કર્યો છે. . તે ભાવિ રાષ્ટ્રપતિ બની શકે છે હું ઇચછું છું કે મારા બાળકો જુએ કે તમે કેટલા વિનમ્ર છો..તમે ક્યાંથી આવો છો તેનાથી કોઇ ફરક નથી પડતો મહત્વનું એ છે કે તમારો જન્મ યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વિશેષાધિકૃત દેશમાં થયો છે.

મારિસેલા ઓલ્વેરા 14 વર્ષની ઉમરમાં મેક્સિકન રાજ્ય ગુઆનજુઆટોથી પોતાના માતા-પિતા સાથે સેલિનાસ ગઇ હતી. જ્યાં તેના તેના પિતા એક બ્રેસેરો હતા, જે બાદ તે વર્ષ 2010માં પોતાના બે બાળકો સાથે લાસ વેગાસ ગઇ, અને ત્યાં બે વર્ષ બાદ તેમને ટ્રંપની હોટલમાં કામ પર રાખવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.


Spread the love

Read Previous

US Election 2024 : ટ્રમ્પની જીત ભારત માટે વેપારથી લઇ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ધ્યાનમાં લેતા ફાયદાકારક.

Read Next

Best Health Tips: ડ્રાય ફ્રુટ્સ લાડુ શરીરને શક્તિથી ભરી દેશે, તેને આ રીતે તૈયાર કરો અને શિયાળામાં ખાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram