17 સપ્ટેમ્બરના રોજ, લેબનોનની રાજધાની બેરૂત સહિત ઘણી જગ્યાએ સંદેશા પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા પેજરમાં અચાનક વિસ્ફોટ થયા હતા. અલગ-અલગ જગ્યાએ એક સાથે 5000 પેજર ફાટ્યા હતા. જેમાં 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.. વિસ્ફોટમાં ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહના લડવૈયાઓ અને લેબનોનમાં ઈરાનના રાજદૂત પણ ઘાયલ થયા હતા..આ વિસ્ફોટ પછી, UAEએ દુબઈથી જતી અને દુબઇ આવતી ફ્લાઈટમાં મુસાફરી કરતા તમામ મુસાફરોને ચેક-ઈન અથવા કેબિન બેગેજમાં પેજર અને વોકી-ટોકી લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મુસાફર પાસે પેજર અને વોકી-ટોકી જોવા મળશે તો દુબઈ પોલીસ દ્વારા તેને જપ્ત કરવામાં આવશે.
-> લેબનોને પણ આવો જ નિર્ણય લીધો હતો :- લેબનોનમાં પેજર અને વોકી-ટોકી વિસ્ફોટકો પછી, લેબનોનના બેરૂત-રાફિક હરીરી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડતા મુસાફરોને ફ્લાઇટ્સમાં પેજર અને વોકી-ટોકી લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
-> લેબનોનમાં હવાઈ મુસાફરી પર પ્રતિબંધ છે :- UAE અને લેબનોન વચ્ચે હાલમાં કોઈ ફ્લાઈટ નથી. આ સિવાય તમામ ફ્લાઈટ્સ 8 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ, 5 ઓક્ટોબર સુધી, ઇરાક, ઈરાન, અને જોર્ડનની તમામ નિયમિત ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાક, ઈરાન અને જોર્ડનની ફ્લાઈટ્સ આગામી સૂચના સુધી બંધ રહેશે.તમને જણાવી દઈએ કે અબુ ધાબી સ્થિત એતિહાદ એરવેઝે ગુરુવારે અબુ ધાબી અને તેલ અવીવ વચ્ચે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરી છે. આ ઉપરાંત શુક્રવારથી દુબઈથી ઈરાક, ઈઝરાયેલ અને જોર્ડનની ફ્લાઈટ ફરી શરૂ થશે.