કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસને કારણે મમતા બેનર્જી સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. દરમિયાન તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ મામલે પાર્ટીના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.
——પાર્ટી અને રાજનીતિ બન્ને છોડવાનું એલાન—-
જવાહર સરકારે રવિવારે પાર્ટીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને કહ્યું કે તેમણે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તે રાજનીતિ પણ છોડી રહ્યા છે. નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી જવાહર સરકારે દાવો કર્યો હતો કે પક્ષના નેતાઓનો એક વર્ગ ભ્રષ્ટાચારમાં સામેલ છે. તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ નિર્ણય લેવા પાછળનું સૌથી મોટું કારણ છે.
—-પત્રમાં શું કહ્યું ?——
સરકારે પત્રમાં કહ્યું છે કે આરજી કાર હોસ્પિટલમાં ભયાનક ઘટના બાદ મેં એક મહિના સુધી ધીરજપૂર્વક સહન કર્યું. મને આશા હતી કે મમતા બેનર્જી આંદોલનકારી જુનિયર ડોકટરો સાથે તેમની જૂની શૈલીમાં વાત કરશે, પરંતુ એવું થયું નહીં અને સરકાર હવે જે પણ શિક્ષાત્મક પગલાં લઈ રહી છે તે ખૂબ જ અપૂરતા અને ખૂબ મોડું છે.
તેમણે કહ્યું કે મને લાગે છે કે જો ભ્રષ્ટ ડોકટરોના જૂથ સામે કાર્યવાહી કરવામાં આવી હોત અને અયોગ્ય વહીવટી કાર્યવાહીના દોષિતોને નિંદનીય ઘટના પછી તરત જ સજા કરવામાં આવી હોત, તો રાજ્યમાં ઘણા સમય પહેલા સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ ગઈ હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે