પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુનને લગતા મોટા સમાચાર આવી રહ્યા છે. સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી લીધી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધીત એફઆઇઆરને લઇને અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે. અલ્લુ અર્જુનને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવાના અહેવાલ છે.
-> શું છે મામલો? :- આ ઘટના 4 ડિસેમ્બરે બની હતી. તે દરમિયાન અલ્લુ અર્જુન પણ પુષ્પા 2ની સ્ક્રીનિંગ માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યા હતા.. તેમના મનપસંદ સ્ટારની એક ઝલક મેળવવા માટે સંધ્યા થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને રેવતી નામની 39 વર્ષની મહિલાનું ગૂંગળામણને કારણે કરૂણ મોત થયું હતું, જ્યારે તેના આઠ વર્ષના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મહિલાના પરિવારની ફરિયાદ બાદ પોલીસે 5 ડિસેમ્બરે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો.
-> થિયેટરમાં ધુમ મચાવી રહી છે પુષ્પા2 :- નવી દિલ્હી. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે..આ ફિલ્મ આઠમા દિવસે 37.40 કરોડનો બિઝનેસ કરીને વર્ષ 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.. માત્ર આઠ દિવસની અંદર આ ફિલ્મે 700 કરોડ રૂપિયા કમાઇ લીધા છે.. માત્ર વિકેન્ડ જ નહીં પરંતુ કામકાજના દિવસો એટલે કે સોમવારથી ગુરૂવાર દરમ્યાન પણ આ ફિલ્મના શો દર્શકોથી ભરાયેલા જોવા મળી રહ્યા છે.