Dark Mode
Image
  • Saturday, 27 April 2024

શું બીજી વાર લગ્ન કરશે સામંથા રુથ પ્રભુ? 2021માં આ અભિનેતાથી અલગ થયા બાદ તોડ્યું મૌન

શું બીજી વાર લગ્ન કરશે સામંથા રુથ પ્રભુ? 2021માં આ અભિનેતાથી અલગ થયા બાદ તોડ્યું મૌન

-- સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્યએ 2021માં અલગ થવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. હવે અભિનેત્રીએ પુનર્લગ્ન અંગે મૌન તોડ્યું છે :

 

સામંથા રુથ પ્રભુ સાઉથ સિનેમાની સુપરસ્ટાર કહેવાય છે. તે હિન્દી ઓડિયન્સ માટે પણ એટલું જ જાણીતું નામ છે. અભિનેત્રી એક સમયે પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથેના ડિવોર્સને કારણે સમાચારમાં રહી હતી. 2021માં ‘ચેસેમ’ તરીકે જાણીતાં કપલ ચૈતન્ય અને સામંથાએ અલગ થવાની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. હવે ડિવોર્સના બે વર્ષ બાદ સામંથાએ પુનર્લગ્ન પર મૌન તોડ્યું છે.

 

 

-- ચોથી વેડિંગ એનિવર્સરી પહેલાં અલગ થયું કપલ :- નાગા ચૈતન્ય અભિનેતા નાગાર્જુનનો પુત્ર છે, જે છેલ્લે આમિર ખાન સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. નાગા ચૈતન્ય અને સામંથા રુથ પ્રભુએ વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગોવામાં ક્રિશ્ચિયન અને સાઉથ ઇન્ડિયન રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. જોકે, ચોથી વેડિંગ એનિવર્સરી પહેલાં જ સામંથા અને ચૈતન્યએ સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. હવે સામંથાએ એક પ્રશ્નના જવાબમાં એ જણાવ્યું હતું કે તે ફરીથી લગ્ન વિશે વિચારી રહી છે કે નહીં.

 

 

-- આ એક ખરાબ ઈન્વેસ્ટમેન્ટ હશે’ :- સામંથા રુથ પ્રભુએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે આસ્ક મી એનિથિંગ સેશન કર્યું હતું. આ ચિટ-ચેટ સેશનમાં સામંથાએ તેના ફેન્સના પ્રશ્નોના દિલથી જવાબ આપ્યા હતા. આ દરમિયાન એક યુઝરે સામંથાને તેના બીજા લગ્ન વિશે પૂછ્યું હતું. ચાહકે પૂછ્યું કે, શું તમે ફરીથી લગ્ન કરવાનું નથી વિચારી રહ્યા? આ પ્રશ્નના જવાબમાં સામંથાએ છૂટાછેડાના દરના આંકડા શેર કર્યા અને લાફિંગ ઇમોજી સાથે લખ્યું કે, ‘આંકડાઓ અનુસાર, આ એક ખરાબ રોકાણ હશે.’ તો અન્ય એક યુઝરે પૂછ્યું કે શું તે ચમત્કારોમાં વિશ્વાસ રાખે છે. આના જવાબમાં સામંથાએ કહ્યું કે, ‘હા, હું કરું છું.

 

 

-- સામંથા રૂથ પ્રભુની આવનારી ફિલ્મ :- સામંથા રૂથ પ્રભુ હાલના દિવસોમાં બ્રેક પર છે. વાસ્તવમાં અભિનેત્રી માયોસાઇટિસની સારવાર હેઠળ છે એટલે તેણે આ વર્ષે કામમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું હતું. તે પોતાની હેલ્થ અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. કદાચ આવતા વર્ષે તે ફિલ્મોમાં પાછી આવશે. સામંથાએ વરુણ ધવન સાથે વેબ સીરિઝ સિટાડેલ ઈન્ડિયાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે પ્રિયંકા ચોપરાની પોપ્યુલર વેબ સિરિઝ સિટાડેલનું હિન્દી રૂપાંતરણ છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!