સ્પાઇસ જેટના બે પાઇલટ્સે ડેક પર મજા માણતી બેદરકારી, મુસાફરોની સલામતી જોખમમાં મૂકી

સ્પાઇસ જેટે તેના બે પાઇલટ્સને ફ્લાઇંગ ડ્યુટીમાંથી દૂર કર્યા છે. હોળીના દિવસે આ બંને પાયલોટ ફ્લાઇટ ડેકના સેન્ટર કન્સોલ પર ગુજિયા અને કોફીનો ગ્લાસ મૂકીને હોળીની મજા માણી રહ્યા હતા, તે પણ 37 હજાર ફૂટની ઉંચાઇ પર ચાલુ ફ્લાઇટ દરમિયાન.
આ મામલે સ્પાઇસ જેટના અધિકારીઓનું કહેવું છે કે, બંને પાયલટોએ આમ કરીને ફ્લાઇટના મુસાફરોની સુરક્ષાને જોખમમાં મુકી દીધી હતી. આ ઘટના હોળીના દિવસે દિલ્હીથી ગુવાહાટી જઇ રહેલી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં બની હતી. બંને પાઇલટ્સને રોસ્ટરમાંથી દૂર કરવામાં આવ્યા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
સ્પાઇસ જેટ દ્વારા કામગીરી કરવામાં આવશે
સ્પાઇસ જેટ એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "કોકપિટની અંદર ખોરાક લેવા અંગે કંપનીની ખૂબ જ કડક નીતિ છે. આ નીતિનું પાલન ક્રૂના દરેક સભ્યએ કરવું પડશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
ત્યારબાદથી બંને પાયલટોને ડી-રોસ્ટર કરવામાં આવ્યા છે. જો કન્સોલ પરનો ગ્લાસ થોડો પણ ઢોળાઈ ગયો હોત, તો પણ તે વિમાનની સલામતીને જોખમમાં મૂકી શકે છે.
વરિષ્ઠ પાયલટોએ ચિંતા વ્યક્ત કરી
આ પ્લેન 37 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું તે સમયે બંને પાયલટ કોફી અને ગુજિયાનો આનંદ માણી રહ્યા હતા. આ ફોટો વાયરલ થયા બાદ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને એરલાઈનને આ પાયલટોની તાત્કાલિક ઓળખ કરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
આ સાથે કેટલાક સિનિયર પાયલોટોએ પણ આવી બેદરકારી સાથે હોળીની ઉજવણી કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આવી બેદરકારી ફ્લાઇટમાં ન થવી જોઇએ. જેના કારણે મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.