NoC of schools not teaching Gujarati subject will be canceled, school administrators will be canceled. ગુજરાતી વિષય ન ભણાવતી શાળાઓની NOC થશે રદ્દ,ચેતી જજો શાળા સંચાલકો

રાજ્યમાં છેલ્લાં ઘણાં સમયથી ખાનગી શાળા તેમજ અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી વિષય ન ભણાવવાનો મામલો ચાલી રહ્યો છે. હાઈકોર્ટમાં પણ આ મુદ્દે એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.
જાહેર હિતની અરજીને લઈને કેન્દ્ર સરકારને હાઈકોર્ટની નોટિસ
જાહેર હિતની અરજી પર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. રાજ્યમાં આવેલી કેન્દ્રિય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવાતી હોવાની ફરિયાદ હોવાથી અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.
ગુજરાતી ભાષા ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યુ
જાહેર હિતની અરજીના મામલે હાઈકોર્ટે શાળામાં ગુજરાતી ભાષા ન ભણાવવા પર શું પગલાં લેવાશે તેવો સવાલ કર્યો હતો. રાજ્યમાં ગુજરાતી ભાષા ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યુ કરી છે તેવો જવાબ સરકારે આપ્યો છે.
આ ઉપરાંત સરકારે વધારામાં કહ્યું હતું કે ગુજરાતી ભાષા ન ભણાવનાર શાળાઓની NOC રદ્દ પણ કરવામાં આવશે.
હાઈકોર્ટે આપ્યો સરકારને નિર્ણય લેવા આદેશ
ગુજરાત રાજ્યની 23 જેટલી શાળાઓમાં ગુજરાતી વિષય ન ભણાવવામાં આવતો હોવાની અને તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાયાની હાઈકોર્ટને જાણ કરાઈ છે.
3 ફેબ્રુઆરીએ આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા કે અરજદારે કરેલા સૂચન બાબતે પણ સરકાર નિર્ણય લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરે.