Dark Mode
Image
  • Saturday, 27 April 2024

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન: ઈશાન કિશાનનું સતત ચોથું વન-ડે અર્ધશતક

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન: ઈશાન કિશાનનું સતત ચોથું વન-ડે અર્ધશતક

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન: ઈશાન કિશાનનું સતત ચોથું અર્ધશતક, સ્કોર 147/4

 

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કેન્ડીના પલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી છે.

 

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે 29 ઓવરમાં ચાર વિકેટે 147 રન બનાવ્યા છે. ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા ક્રિઝ પર છે. બંને વચ્ચેની પચાસ ભાગીદારી પૂરી થઈ ગઈ છે. કિશને વન-ડે કારકિર્દીની 7મી ફિફ્ટી પૂરી કરી છે.

 

શુબમન ગિલે 32 બોલમાં 10 રન બનાવ્યા હતા. તેને હરીસ રઉફે બોલ્ડ કર્યો હતો. હેરિસે શ્રેયસ અય્યર (14 રન)ને ફખર ઝમાનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આ પહેલા શાહીન આફ્રિદીએ વિરાટ કોહલી (7 બોલમાં 4 રન) અને કેપ્ટન રોહિત શર્મા (22 બોલમાં 11 રન)ને બોલ્ડ કર્યા હતા.

 

ઈશાનની સતત ચોથી વન-ડે અર્ધશતક

 


ઈશાન કિશને 54 બોલમાં 50 રન પૂરા કર્યા, વન ડેમાં પણ આ તેની સતત ચોથી ફિફ્ટી હતી. અગાઉ તેણે વિન્ડિઝ પ્રવાસમાં સતત 3 વન ડેમાં 52, 55 અને 77 રન ફટકાર્યા હતા. ઈશાન પહેલી વખત પાકિસ્તાન સામે વન-ડે રમ્યો હતો અને તેણે ફિફ્ટી ફટકારી હતી. તેણે આ મેચમાં વનડે કરિયરની 7મી ફિફ્ટી ફટકારી હતી. તેના નામે બેવડી સદી પણ નોંધાયેલી છે.

 

ઈશાન-હાર્દિકની અડધી સદીની ભાગીદારી


27 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ 66 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી નંબર-5 પર આવેલા ઇશાન કિશન અને વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઇનિંગ સંભાળી હતી. બંનેએ પચાસની ભાગીદારી માત્ર 52 બોલમાં પૂરી કરી હતી.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!