IPL Final 2023: IPL ફાઈનલમાં આ વખતે બે ભાઈઓ આમને-સામને હશે? આ રીતે ઇતિહાસ રચાશે.

આઇપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સની સાથે સાથે લખનઉ સુપર જાયન્ટ્સે પણ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. ગુજરાતનું નેતૃત્વ હાર્દિક પંડયા કરી રહ્યો છે, ત્યારે તેના મોટાભાઈ કૃણાલની જવાબદારી લખનઉની છે. જો જોવામાં આવે તો આ વખતે આઇપીએલની ફાઇનલ મેચ પણ લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ શકે છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023માં પ્લેઓફની તસવીર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગઈ છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 21 મે (રવિવાર)ના રોજ રમાયેલી છેલ્લી લીગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 વિકેટે પરાજય આપ્યો હતો.
આ હારના કારણે આરસીબી પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, જ્યારે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં પ્રવેશી હતી. ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પહેલા જ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂક્યા હતા.
હવે તારીખ 23મી મે ના રોજ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર મુકાબલો ખેલાશે. તે જ સમયે, લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ 24 મેના રોજ એલિમિનેટર મેચ રમશે.
આ બંને મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે. જો જોવામાં આવે તો આ વખતે આઇપીએલની ફાઇનલ મેચ પણ લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ શકે છે. જોકે આ માટે બંને ટીમોએ કેટલાક સમીકરણો પોતાની તરફેણમાં કરવા પડશે.
જો ગુજરાત ટાઇટન્સ પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવશે તો તેઓ ફાઈનલમાં પ્રવેશી જશે. આવી સ્થિતિમાં લખનઉ સુપર જાયન્ટ્સને એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવવું પડશે, ત્યાર બાદ બીજી ક્વોલિફાયર મેચમાં (26 મે) લખનઉને ચેન્નાઈ સામે જીતવું જ પડશે.
જો ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ફાઇનલ મેચ (28 મે) રમશે તો તે ખૂબ જ ખાસ બની રહેશે. આઇપીએલના 15 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એવું બનશે કે, ફાઈનલ મેચમાં બે ભાઈઓ આમને-સામને ટકરાશે અને કેપ્ટન્સી પણ સંભાળશે.
હાર્દિક-કૃણાલે કર્યું શાનદાર પ્રદર્શન
આઇપીએલ 2023માં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પ્રદર્શન પર નજર કરવામાં આવે તો બંનેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જમણા હાથના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ બેટથી કમાલ કરી છે, ત્યારે કૃણાલ પંડયાએ બોલિંગમાં વધુ પ્રભાવ પાડયો છે.
હાર્દિકે 13 મેચ રમી છે અને 28.90ની એવરેજથી 289 રન બનાવ્યા છે. તેને 3 વિકેટ પણ લીધી છે. તે જ સમયે, ડાબોડી ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ 14 મેચમાં 9 વિકેટ લેવા ઉપરાંત 20 ની સરેરાશથી 180 રન બનાવ્યા છે.
જો જોવામાં આવે તો ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની આઇપીએલની આ માત્ર બીજી સિઝન છે. આઇપીએલ 2022ની હરાજી અગાઉ હાર્દિકને ગુજરાત ફ્રેન્ચાઈઝીએ રુપિયા 15 કરોડમાં કરારબદ્ધ કર્યો. બીજી તરફ મોટા ભાઈ કૃણાલ પંડ્યાને આઈપીએલની હરાજી દરમિયાન લખનઉની ટીમે 8.25 કરોડમાં ખરીદ્યો હતો.
રાહુલના બહાર થયા બાદ કૃણાલને મળી કેપ્ટનશીપ
હાર્દિક પંડ્યાને પ્રથમ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાર્દિકે અપેક્ષાઓ પર ખરા ઉતરીને ગુજરાતને ચેમ્પિયન પણ બનાવ્યું હતું. બીજી તરફ કૃણાલને લખનઉ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જ્યારે ટીમની કમાન કેએલ રાહુલને સોંપવામાં આવી હતી. વર્તમાન સિઝનમાં કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે બહાર થયા બાદ કૃણાલના હાથમાં આવ્યો હતો. કૃણાલ અને હાર્દિક આઇપીએલમાં ઘણા વર્ષો સુધી મુંબઇ ઇન્ડિયન્સ માટે સાથે રમ્યા હતા.
𝗔𝗻𝗱 𝘁𝗵𝗲𝗻 𝘁𝗵𝗲𝗿𝗲 𝘄𝗲𝗿𝗲 𝗳𝗼𝘂𝗿 😉
— IndianPremierLeague (@IPL) May 21, 2023
A round of applause for the 🔝 four teams who have made it to the #TATAIPL 2023 Playoffs 👏🏻👏🏻 pic.twitter.com/Lc5l19t4eE