ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે થયું ક્રેશ

આ દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટરની અંદર બે પાયલટ હાજર હતા, જેમાંથી એક પાયલટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બંને પાઇલટ્સને નજીકની લશ્કરી હોસ્પિટલમાં સારવાર માટે બહાર કાઢવામાં આવ્યા હતા.
અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તાર પાસે આજે ભારતીય સેનાનું એક ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટરની અંદર બે પાયલટ હાજર હતા, જેમાંથી એક પાયલટે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
બંને પાઇલટ્સને નજીકની લશ્કરી હોસ્પિટલમાં સારવાર માટે બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક પાયલોટનું મોત તેને થયેલી ઇજાના કારણે થયું હતું, જ્યારે અન્ય પાયલોટની હાલ સારવાર ચાલી રહી છે.
ઇન્ડિયા ટુડે દ્વારા એક્સેસ કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "અફસોસ સાથે, અમે જાણ કરીએ છીએ કે પાઇલટ્સમાંના એક, લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ, જે ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
બીજા પાયલોટની મેડિકલ સારવાર ચાલી રહી છે. આ તબક્કે ક્રેશ થવાનું કારણ જાણી શકાયું નથી. વિગતો જાણવા મળી રહી છે."