Dark Mode
Image
  • Monday, 29 April 2024

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં ભારતનો રોમાંચક વિજય

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં ભારતનો રોમાંચક વિજય

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં ભારતે રોમાંચક વિજય મેળવ્યો. ભારતનો 5 વિકેટે વિજય, ઇશાન કિશને ફટકારી અડધી સદી; કુલદીપે 4 વિકેટ લીધી હતી.

 

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વન ડે શ્રેણીની પ્રથમ મેચ ટી-20 જેવી રહી હતી. બંને ટીમોએ 45.5 ઓવર રમી હતી. બાર્બાડોસના કેનિંગ્ટન ઓવલ ખાતે ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 23 ઓવરમાં 114 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ 115 રનના ટાર્ગેટને 5 વિકેટે જ હાંસલ કરી લીધો હતો.

 

 

ટીમ ઈન્ડિયાની વેસ્ટ ઈન્ડિઝ સામે આ સતત નવમી જીત છે. વેસ્ટ ઇન્ડીઝની ભારત સામે છેલ્લી જીત ૨૦૧૯માં હતી. ત્યારે કેરેબિયન ટીમે ટીમ ઇન્ડિયાને 8 વિકેટે હરાવી હતી. આ જીત સાથે જ ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ 29 જુલાઈએ બ્રિજટાઉનમાં રમાશે.

 

વેસ્ટ ઈન્ડિઝે ઘરઆંગણે ભારત સામે સૌથી ઓછો સ્કોર


વેસ્ટ ઈન્ડિઝે ઘરઆંગણે ભારત સામે સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટીમ 1997માં પોર્ટ ઓફ સ્પેનમાં ભારત સામે 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ભારત સામે વેસ્ટ ઇન્ડીઝનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ટીમ 2018માં તિરુવનંતપુરમમાં 104 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

ઈશાનની અડધી સદી, કુલદીપે 4 વિકેટ ઝડપી

 


ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્માના સ્થાને ઓપનિંગ કરવા આવેલા ઈશાન કિશન અને કુલદીપ યાદવે મેચ વિનિંગ પર્ફોમન્સ આપ્યું હતું. ઈશાન કિશને (52 રન) કારકિર્દીની ચોથી વન ડે અડધી સદી ફટકારી હતી, જ્યારે કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ 3 વિકેટ ઝડપી હતી.

 

 

રોહિત શર્મા 12 વર્ષ પછી નંબર 7 પર બેટિંગ કરવા પાછો ફર્યો


વેસ્ટ ઈન્ડિઝને 114 રનમાં આઉટ કર્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ બેટિંગ ઓર્ડરમાં ઘણા પ્રયોગો કર્યા હતા. પહેલા તો તેણે ગિલ-કિશનની યુવા જોડીને ઓપનિંગ માટે મોકલી હતી. તે પછી કોહલીના સ્થાને સૂર્યકુમાર યાદવને, પંડ્યાને નંબર-4 પર બેટિંગ કરવાની તક આપવામાં આવી હતી. એટલું જ નહીં, શાર્દુલ ઠાકુરના આઉટ થયા બાદ રોહિત પોતે પણ નંબર-7 પર બેટિંગ કરવા આવ્યો હતો. રોહિત 12 વર્ષ બાદ આ પોઝિશન પર બેટિંગ કરવા માટે ઉતર્યો છે. આ પહેલા તે 2011માં નંબર-7 પર રમ્યો હતો.

 

વિશ્લેષણ: ભારતીય સ્પિનરોએ લીધી 7 વિકેટ; કેરેબિયને સળંગ વિકેટો ગુમાવી


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો ભારતીય સ્પિનરોની સામે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા. કેપ્ટન શાઈ હોપ (43 રન) સિવાય અન્ય કોઈ વધુ સારો દેખાવ કુલદીપ-જાડેજાના ફરતા બોલનો સામનો કરી શકે તેમ નથી. બંનેએ મળીને 7 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 7 બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા ન હતા.

 

જવાબમાં ભારતીય બેટ્સમેનોએ 115 રનનો ટાર્ગેટ 22.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો. ઇશાન કિશને ઓપનિંગ કરવા માટે અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે 19 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 16 રન અને કેપ્ટન રોહિત શર્માએ 12 રન કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના ગુડાકેશ મોતીને બે સફળતા મળી હતી.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!