Dark Mode
Image
  • Saturday, 27 April 2024

Ind vs WI 2nd T20I: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, રવિ બિશ્નોઇને મળી તક

Ind vs WI 2nd T20I: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, રવિ બિશ્નોઇને મળી તક

Ind vs WI 2nd T20I: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, રવિ બિશ્નોઇને મળી તક

 

ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝની બીજી ટી -20 મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. આજે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં કુલદીપ યાદવની જગ્યાએ રવિ બિશ્નોઈને ટીમમાં જગ્યા મળી છે.

 

ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં 4 વર્ષ બાદ બંને ટીમો આમને-સામને ટકરાશે. આ પહેલા વર્ષ 2019માં બંને ટીમો આ મેદાન પર ટકરાઈ હતી. આ મેચમાં ભારતને 1-1થી બરાબરી કરવાની તક રહેશે. સિરીઝની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 4 રને જીત મેળવી હતી.

 

 

યશસ્વી ડેબ્યૂ કરી શકે છે


ભારતની ઓપનિંગ જોડી પ્રથમ ટી-20માં સદંતર ફ્લોપ રહી હતી. વિકેટકીપર ઇશાન કિશન 6 અને શુબમન ગિલ માત્ર 3 રન જ બનાવી શક્યા હતા. આવી સ્થિતિમાં 21 વર્ષીય યુવા યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે. યશસ્વી ડાબોડી બેટ્સમેન છે, તે જોતાં ઇશાનની જગ્યાએ તેને સામેલ કરી શકાય છે. આવી સ્થિતિમાં વિકેટકિપિંગની જવાબદારી સંજુ સેમસન પર આવી શકે છે, જેણે પ્રથમ ટી-20માં 12 રન ફટકાર્યા હતા.

બોલરોમાં મુકેશ કુમારના સ્થાને આવેશ ખાન કે ઉમરાન મલિકને તક આપી શકાય છે. બેટિંગ પર નજર કરીએ તો કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની સાથે અક્ષર પટેલ પોતાનું સ્થાન જાળવી શકે છે.

 

જીત બાદ પણ વેસ્ટ ઇન્ડીઝ કરી શકે છે ફેરફાર


પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝના કેટલાક બેટ્સમેન પણ ફ્લોપ રહ્યા, કાયલ મેયર્સ એક, જોહન્સન ચાર્લ્સ 3 અને શિમરોન હેટમાયર માત્ર 10 રન જ બનાવી શક્યા. મેયર્સ અથવા ચાર્લ્સના સ્થાને વન-ડેના કેપ્ટન શાઈ હોપને સામેલ કરવામાં આવી શકે છે. બોલરોમાં પરિવર્તનની આશા ઓછી છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!