Dark Mode
Image
  • Saturday, 27 April 2024

મેં તેને ઘણો સમજાવ્યો હતો ઐશ્વર્યા-વિવેકના સંબંધો પર ખુલીને બોલ્યા સુરેશ ઓબેરોય,સલમાન ખાન વિશે આવું કહ્યું

મેં તેને ઘણો સમજાવ્યો હતો ઐશ્વર્યા-વિવેકના સંબંધો પર ખુલીને બોલ્યા સુરેશ ઓબેરોય,સલમાન ખાન વિશે આવું કહ્યું

-- તાજેતરમાં એનિમલ ફિલ્મમાં જોવા મળેલા દિગ્ગજ અભિનેતા સુરેશ ઓબેરોયે પહેલી વાર દીકરા વિવેકના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી :

 

વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધો એક સમયે ચર્ચામાં હતા. ઐશ્વર્યા-વિવેકે 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ક્યોં હો ગયા ના'માં સાથે કામ કર્યું હતું. એક તરફ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચને ક્યારેય વિવેક ઓબેરોય સાથેની પોતાની રિલેશનશિપની પુષ્ટિ નથી કરી, તો બીજી તરફ વિવેકે કરિયરની શરૂઆતમાં જ પોતાના સંબંધ વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન અભિનેતાએ સલમાન ખાન પર ઘણાં આરોપ લગાવ્યા હતા. પરંતુ, આશ્ચર્યજનક વાત એ છે કે તેમના સંબંધ વિશે વિવેકના પિતા સુરેશ ઓબેરોયને ખબર ન હતી અને જ્યારે ખબર પડી ત્યારે તેમણે પુત્રને સમજાવ્યું હતું.

 

 

-- એનિમલ’ એક્ટરે પહેલીવાર વિવેકના સંબંધો વિશે વાત કરી :- દિગ્ગજ અભિનેતા સુરેશ ઓબેરોય તાજેતરમાં એનિમલ ફિલ્મમાં જોવા મળ્યા છે. તેઓ સંદીપ રેડ્ડી વાંગાની જ ફિલ્મ ‘કબીર સિંહ’માં પણ મહત્વના રોલમાં હતા. તાજેતરમાં તેમણે પહેલી વાર વિવેકના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. સાથે સલમાન ખાન સાથેના પોતાના અંગત સમીકરણ વિશે પણ જણાવ્યું હતું.

 

 

-- મેં વિવેકને ઘણું સમજાવ્યું હતું’ :- સુરેશ ઓબેરોયે દીકરા વિવેક અને ઐશ્વર્યા રાયના સંબંધો અંગે જણાવ્યું હતું કે, ‘હું મોટાભાગની વાતોથી અજાણ હતો. વિવેકે મને ક્યારેય (આ વિશે) કહ્યું ન હતું. મને રામ ગોપાલ વર્મા પાસેથી જાણવા મળ્યું હતું. જોકે, એ પહેલાં અન્ય કોઈએ પણ મને જણાવ્યું હતું. હું આ મામલો સમજી ગયો અને પછી મેં વિવેકને સમજાવ્યું હતું કે આવું ન કર.

 

 

-- સલમાન ખાન સાથેના સમીકરણ વિશે શું કહ્યું? :- ઉલ્લેખનીય છે કે, ઘણાં વર્ષો પહેલાં વિવેક ઓબેરોયે સલમાન ખાન પર દારૂ પીને ફોન કોલ્સ દ્વારા ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, આ પછી એક એવોર્ડ શોમાં સ્ટેજ પર વિવેકે બધાની સામે કાન પકડીને સલમાન ખાનની માફી માંગી હતી. સુરેશ ઓબેરોયે સલમાન ખાન સાથેના સમીકરણ અંગે કહ્યું હતું કે, ‘હું ત્યારે અને આજે પણ વિવેકના કેસમાં નિશ્ચિંત છું. અમે આંજે પણ સારી રીતે મળીએ છીએ. જ્યારે પણ સલમાન ખાન મળે ત્યારે તે સિગરેટ છુપાવે છે અને મારી સાથે ખૂબ આદર સાથે વાત કરે છે. ઘટનાઓ બને છે, પણ મારો સંબંધ સલમાન અને સલીમ ખાન સાથે સારો છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!