Dark Mode
Image
  • Saturday, 27 April 2024

અમદાવદમાં હોસ્પીટલની બેદરકારી આવી સામે || Hospital's negligence exposed in Ahmedabad ||

અમદાવદમાં હોસ્પીટલની બેદરકારી આવી સામે || Hospital's negligence exposed in Ahmedabad ||

અમદાવદમાં હોસ્પીટલની બેદરકારી આવી સામે

 

અમદાવાદમાં AMCની કાશીબા હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલા અને બાળકનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વટવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આવેલી કાશીબા હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા અને બાળકનું મૃત્યુ થયું હોવાની ઘટના બની છે.

 

કાશીબા હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા અને બાળકનું મૃત્યુ

 

ડિલિવરી બાદ મહિલાનું પણ મૃત્યુ થયું હતું જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં કોઈપણ ડોક્ટર હાજર હતા નહીં. નર્સ અને તેના સહાયક દ્વારા ડિલિવરી કરાવવામાં આવી હતી અને તેમની બેદરકારીના કારણે બાળક અને તેની માતાનું મૃત્યુ થયું છે.

 

હોસ્પીટલમાં કોઈ ડોકટર હાજર નહિ હોવાનો કર્યો આક્ષેપ

 

જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે જ્યારે મહિલા હોસ્પિટલમાં દાખલ હતી અને જ્યારે ડિલિવરી કરવામાં આવી ત્યારે બાળક મૃત્યુ પામેલું હતું જ્યારે મહિલાને ખેંચ આવતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી હતી ત્યારે તેમનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને જો કોઈની બેદરકારી જણાશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!