Govt directs to block BBC documentary on PM Narendra Modi. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની BBCની ડોક્યુમેન્ટરીને બ્લોક કરવા સરકારનો નિર્દેશ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે આદેશ આપ્યો છે કે, ટ્વિટરને બીબીસીની ડોક્યુમેન્ટ્રી "ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન"ના યુટ્યુબ વીડિયોની લિંક ધરાવતી 50થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ડોક્યુમેન્ટરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરવામાં આવી આલોચના
બીબીસીની ડૉક્યુમેન્ટરીના પ્રથમ એપિસોડના યુટ્યુબ પર શેર કરવામાં આવેલા તમામ વીડિયોને બ્લોક કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે.
"ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન"
કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરતી બીબીસીની ડૉક્યુમેન્ટરી શેર કરતી ટ્વીટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે જે ટ્વીટ દ્વારા બીબીસી ડોક્યુમેન્ટરીની યુટ્યુબ લિંક શેર કરવામાં આવી છે તેને પણ બ્લોક કરી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે તમારે આ કરવું જોઈએ.
અધિકાર અને વિશ્વસનીયતા પર આક્ષેપ
મળતી માહિતી પ્રમાણે વિદેશ મંત્રાલય સહિત ગૃહ મંત્રાલય અને માહિતી પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ડૉક્યુમેન્ટરીનેની તપાસ કરી છે અને જાણવા મળ્યુ કે, "ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન" ફિલ્મ આક્ષેપ લગાવવાનો પ્રયત્ન કરી રહી છે.
"ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન" ડોકયુમેન્ટરી ફિલ્મ દેશની સર્વોચ્ચ અદાલતના અધિકાર અને વિશ્વસનીયતા પર આક્ષેપ લગાવનારી હોવાનું જાણમાં આવ્યું છે.
ક્રોધ અને નફરતને ભડકાવવાના પ્રયાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના રમખાણો પરની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન- બીબીસીની ડોક્યુમેન્ટ્રીમાં કોઈ સત્યતાનું તથ્ય નથી, આ ઘણા પ્રશ્નો ઉભા કરે છે, પ્રસાર ભારતીના પૂર્વ અધ્યક્ષ અને લેખક શશિ શેકર વેમપતિએ જણાવ્યું હતું કે - આ ડોક્યુમેન્ટ્રી જૂના ઘાવને ફરીથી ખોતરવાનો અને ક્રોધ અને નફરતને ભડકાવવાના પ્રયાસ છે.