અમદાવાદમાં એસજી હાઈવે પર એલિવેટેડ કોરિડોર બનશેઃ નીતિન ગડકરી

અમદાવાદના લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એસજી હાઇવે પર એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે.
અમદાવાદ શહેરના એસજી હાઇવે પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. વાહનચાલકોને હવે સરખેજથી ગાંધીનગર જવા માટે ઓછો સમય લાગશે. આ એલિવેટેડ કોરિડોર ઇસ્કોન જંકશનથી સાણંદ ફ્લાયઓવર સુધી બનાવવામાં આવશે.
530 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવશે.
આ ટ્વીટમાં તેમણે જાણકારી આપી હતી કે આ એલિવેટેડ કોરિડોર વિકાસ અને નિર્માણ કાર્યો માટે 530 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.
આ સાથે છોટાઉદેપુર અને નર્મદા વચ્ચે આવેલા એનએચ-56ને બડોલી તાલુકા નજીક હાલની 2 લેનમાંથી 4 લેન બનાવવામાં આવશે.
📢 गुजरात
— Nitin Gadkari (@nitin_gadkari) March 27, 2023
➡ गुजरात के अहमदाबाद जिले में एनएच-147 पर एलिवेटेड कॉरिडोर इस्कॉन जंक्शन से सानंद फ्लाईओवर के शुरुआती बिंदु तक खंड के...
...विकास और निर्माण कार्य को 530.20 करोड़ रुपए की लागत के साथ स्वीकृति दी गई है।#PragatiKaHighway #GatiShakti @PMOIndia @Bhupendrapbjp @AmitShah @mansukhmandviya @PRupala @drkiritpsolanki @hasmukhpatelmp @GeetabenRathwa @CRPaatil @BJP4Gujarat
— Nitin Gadkari (@nitin_gadkari) March 27, 2023