Dark Mode
Image
  • Saturday, 27 April 2024

તારક મહેતાની ટીમ સાથે મસ્તી કરતા જોવા મળ્યા દયાબેન, દિશા વાકાણીની વાપસી ફરી ચર્ચામાં

તારક મહેતાની ટીમ સાથે મસ્તી કરતા જોવા મળ્યા દયાબેન, દિશા વાકાણીની વાપસી ફરી ચર્ચામાં

-- તાજેતરમાં દયાબેન એટલે કે દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો સાથે જોવા મળ્યા હતા :

 

ટીવીનો લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આજે પણ ઘણાં ચાહકો છે. આ શો વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. ટીઆરપી લિસ્ટમાં પણ આ શો હંમેશાં આગળ હોય છે. છેલ્લા ઘણાં સમયથી આ શો વિવિધ કારણોસર ચર્ચામાં રહ્યો છે. શોમાંથી ઘણાં બધા જૂના કલાકારોએ એક્ઝિટ લીધી છે, તો નવા ચહેરાને પણ દર્શકો એટલો જ પ્રેમ આપી રહ્યા છે. આ ઉપરાંત, શોના નિર્માતા અસિત મોદી પર લાગેલા આરોપોએ પણ વિવાદ ઊભો કર્યો હતો. પરંતુ, સૌથી ચર્ચિત બાબત રહી દયાબેનની શોમાં વાપસી થશે કે નહીં. દર્શકો છેલ્લા છ વર્ષથી દયાબેન શોમાં ફરી એન્ટ્રી કરે તેની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન દિશા વાકાણીનો તારક મહેતાના કલાકારો સાથે એક ફોટો સામે આવ્યો છે.

 

 

-- તારક મહેતાની ટીમ સાથે જોવા મળ્યા દયાબેન : તારક મહેતા’માં સોનુનું પાત્ર ભજવનારી પલક સિધવાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસ્વીર શેર કરી હતી. આ ફોટો શોમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીના દીકરાના લગ્ન પ્રસંગનો છે. ફોટોમાં શોની કાસ્ટ જોવા મળી હતી. તો સાથે દયાબેન એટલે કે દિશા વાકાણી પણ જોવા મળ્યા હતા. દિશા સાથે તેમની દીકરી પણ હાજર હતી.

 

 

-- દયાબેનની શોમાં વાપસી અંગે ઉત્સુકતા : દિલીપ જોશીના દીકરા રિત્વિકના લગ્ન ઉન્નતિ ગાલા સાથે થયા હતા, જે ગુજરાતી રંગમંચ સાથે જોડાયેલી છે. તેમના લગ્નમાં તારક મહેતા શોના પલક સિધવાની, નીતીશ ભલૂની, અંબિકા રંજનકર, સુનયના ફૌજદાર, મંદાર, સચિન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે દિશા વાકાણી બહુ ખુશ જોવા મળ્યા હતા. દિશા વાકાણીને ફોટોમાં જોઈને ફેન્સે તેમની દયાબેન તરીકે વાપસી થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

 

 

-- શોનો થયો હતો બોયકોટ : ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારમાં શોમાં એવો ટ્રેક લાવવામાં આવ્યો હતો કે દયાબેન ગોકુલધામમાં પાછા ફરશે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું હતું કે સુંદરલાલે જેઠાલાલને વચન આપ્યું હતું કે તે બહેન દયાને સાથે લઈ આવશે. આ માટે આખું ગોકુલધામ સજાવવામાં આવ્યું હતું અને ગોકુલધામ વાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, આવું થયું ન હતું. લોકોને એટલો ગુસ્સો આવ્યો હતો કે તેમણે શો બોયકોટ કરવાની વાત કરી હતી.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!