Dark Mode
Image
  • Saturday, 27 April 2024

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કોંગ્રેસ રાજકીય રંગ આપી રહ્યું છે : આસામ સીએમ હિમંતા બિસ્વા

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કોંગ્રેસ રાજકીય રંગ આપી રહ્યું છે : આસામ સીએમ હિમંતા બિસ્વા

લખનૌ : અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને આખરી આપ આપવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બીજી તરફ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજકારણ ગરમાયું છે. દરમિયાન કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત નહીં રહેવાનો નિર્ણય કરવાની સાથે સમગ્ર કાર્યક્રમ ભાજપ અને આરએસએસનો હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરીને કોંગ્રેસ કાર્યક્રમમાં હાજર નહીં કરીને પોતાનો રાજકીય કાર્યક્રમ બનાવી રહ્યાં છે.

 

 

રાજધાની દિસપુરમાં સીએમ હિમંતાએ જણાવ્યું હતું કે, 'જો રાહુલ ગાંધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહે તો તેમને કોઈ રાજકીય રંગ મળી શકે તેમ નથી. મંદિર ટ્રસ્ટ દ્વારા તમને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપી છે જેથી તે બિન-રાજકીય કાર્યક્રમ બની રહે. જો કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત નહીં રહેવાનો નિર્ણય કર્યો છે. આમ વિપક્ષ સમગ્ર કાર્યક્રમને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 

 

-- લોકો માટે આ ભારતીય સંસ્કૃતિની જીત :- સીએમ હિમંતાએ જણાવ્યું હતું કે, 'રાહુલ અને સોનિયા ગાંધી તેમની હિંદુ વિરોધી માન્યતાઓને કારણે કાર્યક્રમને રાજકીય રંગ આપી રહ્યા છે. માત્ર કોંગ્રેસ પાર્ટી આ કાર્યક્રમનું રાજનીતિ કરી રહી છે, જ્યારે આને ભારતીય સભ્યતાની જીત તરીકે જોવામાં આવી રહી છે. બધા જશે, રામલલાના દર્શન કરીને પાછા ફરશે. મને નથી લાગતું કે કોઈ રાજકીય નિવેદનો કરશે કે કોંગ્રેસ વિરોધી ભાષણો આપશે. લોકો માટે આ ભારતીય સંસ્કૃતિની જીત છે.

 

 

-- રામ મંદિરનો લાભ ભાજપા 2024 ચૂંટણી લઈ શકે છે : કોંગ્રેસ :- અયોધ્યામાં યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા માટે કોંગ્રેસ પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસે આ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો હતો. પાર્ટીનું કહેવું છે કે અધૂરા મંદિરને ચૂંટણી પહેલા પવિત્ર કરવામાં આવી રહ્યું છે, જેથી તેનો ચૂંટણી લાભ 2024માં લઈ શકાય.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!