Dark Mode
Image
  • Saturday, 27 April 2024

શિયાળામાં ફેસવોશને બદલે આ 4 ચીજોથી ચહેરો સાફ કરો, તરત જ ચમકી ઉઠશે ત્વચા

શિયાળામાં ફેસવોશને બદલે આ 4 ચીજોથી ચહેરો સાફ કરો, તરત જ ચમકી ઉઠશે ત્વચા

-- શિયાળામાં તમે વિન્ટર સ્પેશ્યલ ફેસવોશ ખરીદવાને બદલે આ ચાર વસ્તુનો ફેસવોશ તરીકે ઉપયોગ કરી શકો છો :

 

શિયાળાની સીઝનમાં તમારી ત્વચા અને વાળ પણ વધુ સારસંભાળ માંગી લે છે. આમ તો શિયાળો આવતાં જ કેટલીક મહિલાઓ વિન્ટર સ્પેશ્યલ પ્રોડક્ટ્સની શોપિંગ કરે છે, પરંતુ મોટાભાગના લોકો ઘરેલુ ઉપચાર પર વધુ ભાર મૂકે છે. ખાસ કરીને રોજબરોજ વપરાતા ફેસવોશ બાબતે લોકો વધુ સજાગ હોય છે. રસોડામાં રહેલી વસ્તુનો ફેસવોશ તરીકે ઉપયોગ કરવાથી તે સસ્તા સાબિત થાય છે અને ત્વચાને કોઈ નુકસાન નથી પહોંચાડતા. આજે એવી જ ચાર ચીજો વિશે તમને જણાવી રહ્યા છીએ.

 

 

-- ચણાનો લોટ :- ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં તમને બેસન કે ચણાનો લોટ જોવા ન મળે. તમે ચણાના લોટનો ઉપયોગ કરીને સરળતાથી ચહેરાને ચમકદાર બનાવી શકો છો. તેનો ફેસવોશ તરીકે ઉપયોગ કરવા માટે ચણાના લોટ સાથે ગુલાબજળ અને દહીંને સારી રીતે મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર 4 થી 5 મિનિટ સુધી લગાવી રાખો અને પછી ચહેરો સાફ કરી લો. આમ કરવાથી તમારી ત્વચા ખીલી ઉઠશે.

 

 

-- મધ :- શિયાળામાં તમારી ત્વચામાંથી ભેજ જતો રહે છે. એવામાં તમે તમારા ચહેરા પર મધ લગાવી શકો છો. તેમાં રહેલા તત્વો તમારા ચહેરાને નિખારવાનું કામ કરશે. જો તમારે મધનો ફેસવોશ તરીકે ઉપયોગ કરવો હોય તો પહેલા તમારા ચહેરાને થોડો ભીનો કરો. આ પછી હાથમાં થોડું મધ લઈ લો અને તેને તમારા ચહેરા પર લગાવો. થોડીવાર ચહેરા પર મસાજ કર્યા બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો.

 

 

-- ટામેટાંનો રસ :- શિયાળાની ઋતુમાં લાલ-લાલ ટામેટાં બજારમાં જોવા મળે છે. તમે ચહેરાને ચમકાવવા માટે ટામેટાના રસનો પણ ઉપયોગ કરી શકો છો. ટામેટાનો ફેસવોશ તરીકે યુઝ કરતા પહેલાં તેનો રસ કાઢી લો અને પછી તેને રૂની મદદથી ચહેરા પર લગાવો. 5 થી 7 મિનિટ માટે રહેવા દઈને તમે તમારો ચહેરો ધોઈ શકો છો.

 

 

-- દૂધ :- ત્વચા માટે દૂધ સૌથી સારું ક્લીંઝર છે. દૂધથી તમે ચહેરાને ધોઈ શકો છો અથવા રૂની મદદથી ચહેરા પર લગાવીને ધોઈ શકો છો. આ બંને પદ્ધતિઓ ચહેરા પર ગ્લો માટે સારી છે જે ત્વચામાંથી ગંદકીને દૂર કરે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!