Dark Mode
Image
  • Saturday, 27 April 2024

અમદાવાદ આરટીઓનું ભ્રષ્ટાચાર: લાઇસન્સ કૌભાંડો અને ગેરરીતિઓનો પર્દાફાશ

અમદાવાદ આરટીઓનું  ભ્રષ્ટાચાર: લાઇસન્સ કૌભાંડો અને ગેરરીતિઓનો પર્દાફાશ

ગુજરાતના સૌથી ભ્રષ્ટ ગણાતા ડિપાર્ટમેન્ટ્સમાં આરટીઓ(Regional Transport Office)નું વધુ એક કૌભાંડ બહાર આવતાં ખળભળાટ મચી ગયો

 

અમદાવાદ, ગુજરાત :

 

               ગુજરાતના સૌથી ભ્રષ્ટ ગણાતા ડિપાર્ટમેન્ટ્સમાં મોખરે રહેલા આરટીઓ(Regional Transport Office)નું વધુ એક કૌભાંડ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ખુદ આરટીઓ અધિકારીઓની મિલિભગતથી ચાલી રહેલું ગેરકાયદે રીતે ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાનું આ કૌભાંડ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે પકડી પાડ્યું છે. ગાંધીનગર RTO કચેરીમાં ફરજ બજાવતા આરટીઓ અધિકારી 36 વર્ષીય સમીર જગદીશચંદ્ર રતનધારિયા અને 35 વર્ષીય જયદીપસિંહ ઝાલા અને એજન્ટ ભાવિન નરેન્દ્રભાઈ શાહની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને આરટીઓ અધિકારીઓએ 9 લોકોને ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ સીધા લાઇસન્સ કઢાવી અપાવ્યા હતા. 10 હજાર રૂપિયામાં આ રીતે આ બે આરટીઓ અધિકારીઓ કૌભાંડ આચરતા હતા. સમીર રતનધારિયા અને જયદિપસિંહ ઝાલા નામના બે આરટીઓ અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ઉપરાંત એક ખાનગી વ્યક્તિ ભાવિન શાહીની પણ ધપકડ કરવામાં આવી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ આ અંગે વધુ સઘન તપાસ હાથ ધરી છે .

 

તાજેતરની આ ઘટના ગુજરાતમાં પરિવહન વિભાગને મુશ્કેલીમાં મુકતા ભ્રષ્ટાચારના કેસોની વધતી જતી સૂચિમાં ઉમેરો કરે છે. અધિકારીઓએ લોકોને વિનંતી કરી છે કે સરકારી કચેરીઓમાં પારદર્શિતા અને જવાબદારી જાળવવા માટે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરો અને કાયદાના અમલીકરણમાં સહકાર આપો.

 

આ ઘટનાથી નાગરિકોમાં ચકચાર મચી ગઈ છે અને આરટીઓમાં લાઇસન્સિંગ પ્રક્રિયાની અખંડિતતા અંગે ચિંતા ઉભી થઈ છે. રાજ્ય સરકારે ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા અને ભવિષ્યમાં આવા કૌભાંડો ફરી ન થાય તેની ખાતરી કરવા માટે સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે.

 

  • અમદાવાદ RTOનું વધુ એક કૌભાંડ
  • ગાંધીનગરના બે RTO અધિકારી ઝડપાયા
  • એક એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!