Dark Mode
Image
  • Saturday, 27 April 2024

અમદાવાદ નિવૃત્ત IPSના પુત્ર સામે પોલીસ ફરિયાદ કરનારા વેપારીનું અપહરણ

અમદાવાદ નિવૃત્ત IPSના પુત્ર સામે પોલીસ ફરિયાદ કરનારા વેપારીનું અપહરણ

અમદાવાદ નિવૃત્ત IPSના પુત્ર સામે પોલીસ ફરિયાદ કરનારા વેપારીનું અપહરણ. ફરિયાદીને રિવોલ્વર બતાવી બળજબરીથી ફરીયાદ પાછી ખેંચાવી લીધી હતી. જેને લઇને વેપારીએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી.

 


અમદાવાદના સોલા વિસ્તારમાં નિવૃત IPS અધિકારીના પુત્ર સામે સોલા પોલીસ સ્ટેશન ખાતે વેપારી દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેને લઇને તેના પુત્રએ માણસો પાસે વેપારીને ફરિયાદ પાછી ખેંચાવવા માટે ધમકીઓ આપી અને ગાળો બોલી અપહરણ કરાવ્યુ હતુ. ફરિયાદીને એક બંગલામાં ગોંધી રાખવામાં આવ્યો હતો. ફરિયાદીને રિવોલ્વર બતાવી બળજબરીથી ફરીયાદ પાછી ખેંચાવી લીધી હતી. જેને લઇને વેપારીએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી છે

 

 


નિવૃત IPSના પુત્રએ નકલી સ્ટે ઓર્ડર આપ્યો

 

નિવૃત IPSના પુત્રએ નકલી સ્ટે ઓર્ડર આપીને વેપારી પાસેથી પાંચ લાખ પડાવ્યા દિનેશ ખુશાલભાઈ રાણા કેટરીંગનો ધંધો કરે છે. તેમણે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે નિવૃત્ત IPS બકુલભાઇ જેબલિયાના પુત્ર નિરવે ફરિયાદીના મિત્ર મેહુલ સામેના ડ્રગ્સ કેસમાં પોલીસ કોઈ પગલા ન ભરે તે માટે હાઇકોર્ટમાંથી સ્ટે ઓર્ડર અપાવાનું કહી પાંચ લાખ પડાવ્યા હતા. જેમા ફરિયાદીને નકલી સ્ટે ઓર્ડર હોવાની જાણ થતાં દિનેશ રાણાએ સોલા પોલીસ મથકમાં નિરવ જેબલિયા વિરુદ્ધ અરજી આપી હતી.જે અરજી પરત ખેચવા ધમકી આપી અપહરણ કરવામાં આવ્યું હતું

 


સોલા પોલીસ મથકે આપેલ અરજી પરત ખેચવા ફરિયાદીની આપી ગાળો

 

ગત 8 મી જૂન 2023 ના રોજ સુરતના વિપુલ મેંદપરા નામના ઇસમેં દિનેશના ફોન પર ફોન કરીને ગાંધીનગર નજીક આવેલ એક કેફે સામે બોલાવ્યો હતો. અને ત્યાં તેને ગાડીમાં બેસાડી ગાળો આપી ધમકી આપી હતી કે તું જે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે તે ઉચ્ચ અધિકારીનો છોકરો છે.તેમના સપોર્ટમાં ઘણા અધિકારી છે.તને ખોટા કેસમાં ભરાવી હેરાન કરશે હું તને તારા સારા માટે કહું છું.ત્યારબાદ ફરિયાદી ત્યાથી નીકળી ગયો હતો

 


અંબાપુર ગામમાં આવેલ સોસાયટીના બંગલામાં વેપારીને ગોંધી રખાયો

 

વેપારી નિકળી ગયા બાદ વિપુલ નામના ઇસમેં વેપારીના ફોન પર ફોન કરી ફોન ધમકીઓ આપી અને કોબા આવી જવા જણાવ્યું હતું.જેથી ફરિયાદી ગભરાઈને કોબા આવી ગયો હતો કોબા આવ્ય બાદ વેપારીને કારમાં અપહરણ કરી અંબાપુર નજીક સોસાયટીના બંગલામાં લઈ જવાયો હતો.અને ત્યાં વેપારીને ગોંધી રાખવામાં આવ્યું હતો.વેપારીનો મોબાઈલ પણ ઝુંટવી લેવામાં આવ્યો હતો.વેપારીને રાત્રી સમયે કોઈ ફર્મમાં જમવા માટે લઇ જવામાં આવ્યો હતો.જમતા સમયે વિપુલે ટેબલ પર રિવોલ્વર મૂકી ફરિયાદ પરત ખેચી લેવા જણાવ્યું હતું સાથે મર્ડરની પણ ધમકી આપી હતી

 

વેપારીએ ઇન્ફોસિટી પોલીસ મથકે અપહરણની આપી ફરિયાદ

 

સમગ્ર મામલે વેપારીએ ઇન્ફોસિટી પોલીસ મથકે 07-08-23 ના રોજ ફરિયાદ નોધાવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!