ગાંધીનગરના પેથાપુરમાં સંજરી પાર્ક સોસાયટી સામે નદીના પટમાં ખુલ્લાંમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી 11 જુગરીઓને ઝડપી પાડ્યા છે. જુગારીઓ પાસેથી રોકડ રૂપિયા 2 લાખ 6 હજાર 950 સહિત કુલ રૂપિયા 3 લાખ 13 હજાર 550 નો મુદ્દામાલ કબજે કર્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી અન્ય ત્રણની શોધખોળ શરૂ કરી છે.
Gandhinagar News : ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં ઘૂસીને જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારના સંજરી પાર્ક સોસાયટી સામે નદીના પટમાં ખુલ્લાંમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી 11 જુગરીઓને ઝડપી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી રોકડ રૂપિયા 2 લાખ 6 હજાર 950 સહિત કુલ રૂપિયા 3 લાખ 13 હજાર 550 નો મુદ્દામાલ કબજે કર્યા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે સંજરી પાર્ક પાસેની સાબરમતી નદી ખાતે લાઈટની સુવિધા ઉભી કરીને જુગાર ધામ ધમધમી રહ્યું છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી વાળી જગ્યાએ ત્રાટકતા જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગારની બાઝી માંડીને બેઠેલા જોવા મળ્યા હતા. અચાનક પોલીસ ત્રાટકતા જ ફફડી ઉઠેલા જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે અગાઉથી પૂર્વ તૈયારીઓ સાથે ત્રાટકેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 11 જુગારીઓને ઝડપી પાડયા હતા. જુગારીઓ પાસેથી રોકડ રૂપિયા 2 લાખ 6 હજાર 950 સહિત કુલ રૂપિયા 3 લાખ 13 હજાર 550 નો મુદ્દામાલ કબજે કર્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી અન્ય ત્રણની શોધખોળ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.