પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
અભિનેતા સલમાન ખાનની સુરક્ષામાં વધારો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તેનું કારણ છે તેને સતત મળતી જાનથી મારી નાખવાની ધમકીઓ અને તેના નજીકના મિત્ર અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે આરોપીઓએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેઓએ સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડતા પહેલા સલમાન ખાનની હત્યા કરવાની યોજના બનાવી હતી.
-> શૂટર સલમાન ખાનને મારવા માંગતો હતો :- એક મીડિયા રિપોર્ટ અનુસાર આરોપીના નિશાના પર બાબા સિદ્દીકી પહેલા સલમાન ખાન હતો. પરંતુ તેમની કડક સુરક્ષાને કારણે તેઓ તેમની યોજનાને પાર પાડી શક્યા ન હતા. આરોપીઓએ પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે સલમાન ખાન તેમની હિટ લિસ્ટમાં ટોપ પર હતો પરંતુ કડક સુરક્ષાને કારણે તેમના સુધી પહોંચવું મુશ્કેલ હતું. તમને જણાવી દઈએ કે, સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તે જ્યાં પણ જાય છે ત્યાં સુરક્ષા વર્તુળની વચ્ચે જ રહે છે.
-> સલમાનના નજીકના બાબા સિદ્દીકીની હત્યા :- તમને જણાવી દઈએ કે, 66 વર્ષીય બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર 2024ના રોજ મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના દરમિયાન સિદ્દીકીને છાતીમાં બે ગોળી વાગી હતી, ત્યારબાદ તેને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં 3 આરોપી શૂટર પોલીસ કસ્ટડીમાં છે.