પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જિજૂએ ફરીથી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર સંસદમાં તમાશો કરવાનો આરોપ મુક્યો રિજિજુએ રાહુલ ગાંધીની ટીકા કરી અને તેમની વિદેશ રજાઓ પર આકરા પ્રહારો કર્યા. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, ‘રાહુલ ગાંધીને નાટક રચવામાં અને વડા પ્રધાનને અપશબ્દો બોલવામાં આનંદ આવે છે. પરંતુ અન્ય સાંસદોની પણ તેઓને ચૂંટાયેલા લોકો પ્રત્યે જવાબદારીઓ છે. રાહુલ ગાંધીને બસ અહીં ડ્રામા કરવો છે અને પછી રજાઓ માણવા વિદેશ જવુ છે.
-> કોંગ્રેસના નેતાને લોકોની સમસ્યાની પડી નથી :- તેમણે સંસદની બહાર રાહુલ ગાંધીના વિરોધનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસના નેતાને લોકોની સમસ્યાઓની કોઈ પરવા નથી, કારણ કે તેમની પાસે ગુમાવવા માટે કંઈ નથી. તેમણે આગળ કહ્યું, ‘સમાજવાદી પાર્ટી, ટીએમસી, રાજ્યસભામાં કોંગ્રેસના તમામ સાંસદો, લોકસભામાં કોંગ્રેસના કેટલાક સાંસદો અને પાર્ટીના ઘણા સાંસદો ખરેખર સંસદમાં ચર્ચાઓમાં ભાગ લેવા આતુર છે. રાહુલ ગાંધીજી પાસે ગુમાવવાનું કંઈ નથી કારણ કે તેઓ લોકોની પીડા અને સમસ્યાને અનુભવી શકતા નથી, પરંતુ અન્ય સાંસદો કરે છે!’
-> આ પક્ષો વિરોધ પ્રદર્શનમાં ભાગ નથી લઈ રહ્યા :- તમને જણાવી દઈએ કે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC) અને સમાજવાદી પાર્ટીના સભ્યો આ વિરોધમાં ભાગ લઈ રહ્યા નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP) સાંસદ સુપ્રિયા સુલે પણ સોમવારે વિરોધ પ્રદર્શનમાં હાજર ન હતા. અગાઉ 6 ડિસેમ્બરે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવો જોઈએ અને અદાણી પરની તપાસથી ‘ડરવું’ જોઈએ નહીં.તમને જણાવી દઈએ કે, શિયાળુ સંસદનું પ્રથમ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું હતું, જેમાં વિક્ષેપના કારણે બંને ગૃહોની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી રહી નથી. શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે.