પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિઝિટલ ડેટા અને ડિલિવરીની તાકાત શું હોયછે, તે ભારતની સફળતા પરથી ખબર પડે છે..ભારત જેવા ડાયવર્સ દેશમાં લોકતંત્ર ખુબજ સશક્ત થઇ રહ્યું છે.. તે પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે. ડેમોક્રેટિક રહેતા માનવતાનું કલ્યાણ ભારતનું મૂળ ચરિત્ર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજે, ભારતના લોકો તેમના લોકતાંત્રિક અધિકારો દ્વારા ભારતમાં એક સ્થિર સરકાર માટે મતદાન કરી રહ્યા છે. આપણી યુવા શક્તિ ભારતની આ પ્રાચીન પરંપરાને આગળ ધપાવી રહી છે. આવનારા ઘણા વર્ષો સુધી, ભારત એક સૌથી સમૃદ્ધ દેશ હશે.
‘રાજસ્થાનને ફાયદો થઈ રહ્યો છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આઝાદી પછીની સરકારોની પ્રાથમિકતા ન તો દેશનો વિકાસ હતો કે ન તો દેશની ધરોહર અને રાજસ્થાનને આ માટે નુકસાન સહન કરવું પડ્યું છે. આજે અમારી સરકાર વિકાસના મંત્ર પર ચાલી રહી છે. હેરિટેજ પણ’ અને આપણા રાજસ્થાનને આનો મોટો ફાયદો મળી રહ્યો છે. રાજસ્થાન પડકારોનો સામનો કરવાનું નામ છે, રાજસ્થાન નવી તકો ઊભી કરવાનું નામ છે.
પીએમ મોદીએ કહ્યું, “આજે વિશ્વને એક એવી સિસ્ટમની જરૂર છે જે સૌથી મોટી કટોકટી દરમિયાન પણ સરળતાથી ચાલે અને કોઈપણ વિક્ષેપનો સામનો ન કરે. આ માટે ભારતમાં વ્યાપક ઉત્પાદનનો આધાર હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.