બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16મી સપ્ટેમ્બરે દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન સેવાને લીલીઝંડી આપે તેવી શક્યતા છે. પીએમ મોદી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે, તેઓ અમદાવાદથી ભુજ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે.સ્વદેશી રીતે વિકસિત આ ટ્રેન 12 એરકન્ડિશન્ડ કોચથી સજ્જ છે, અને ગત સપ્તાહે અમદાવાદ-ગાંધીધામ રૂટ પર ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું.
8મી સપ્ટેમ્બરે ટ્રાયલ રન દરમિયાન આ ટ્રેને અમદાવાદથી ગાંધીધામ રૂટ ચાર કલાકમાં અને ગાંધીધામથી ભુજ રૂટને એક જ કલાકમાં આવરી લીધો હતો.ગાંધીધામના ચીફ લોકો ઇન્સ્પેક્ટર આર.બી.કશ્યપના જણાવ્યા અનુસાર ટ્રાયલ દરમિયાન ટ્રેનની સ્પીડ 110 કિમી/કલાક સુધી પહોંચી હતી. ઝડપી ટ્રેનો સામાન્ય રીતે અમદાવાદ અને ભુજ વચ્ચે મુસાફરી કરવામાં લગભગ ૬.૫ કલાકનો સમય લે છે.
તેની સરખામણીમાં વંદે ભારત મેટ્રો ટ્રેનને તેના ટ્રાયલ દરમિયાન લગભગ 1.5 કલાક ઓછો સમય લાગ્યો હતો. વંદે ભારત મેટ્રો એક વાતાનુકૂલિત (એસી) ટ્રેન છે, જેમાં ઓટોમેટિક દરવાજા, એલઇડી ડિસ્પ્લે, શૌચાલય, ડિજિટલ રૂટ ઇન્ડિકેટર્સ, પેનોરેમિક વિંડોઝ, સીસીટીવી, ફોન ચાર્જિંગની સુવિધા અને બીજું ઘણું બધું છે.
Leave a Reply