‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે.. આ દરમ્યાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરી.. તેમણે રાષ્ટ્રપતિ બાઈડેનને અનેક અમૂલ્ય ભેટો આપી, જેમાં એન્ટીક સિલ્વર હેન્ડ-એનગ્રેવ્ડ ટ્રેન મોડલ પણ શામેલ છે. આ ભેટ ખુબજ ખાસ છે કારણ કે તે ભારતની કલા અને હસ્તકલા ક્ષેત્રની પ્રતિભા દર્શાવે છે. PM મોદીએ સાંસ્કૃતિક રીતે જમ્મુ-કાશ્મીરમાં વપરાતી પશ્વીના શોલ પણ અમેરિકાના રાષ્ટ્રપતિને ભેટ આપી.
એન્ટીક સિલ્વર હેન્ડ-એનગ્રેવ્ડ ટ્રેન મોડલને મહારાષ્ટ્રના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનું સિલ્વર મેટલવર્ક ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન છે. આ વિન્ટેજ મોડલ 92.5% ચાંદીમાંથી બનેલું છે અને તેમાં એન્ગ્રેવિંગ, રિપુસ (રિવર્સ હથોડા મારીને ડિઝાઇન બનાવવી) અને ફીલિગ્રી વર્ક જેવી પરંપરાગત ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બાઈડેનને “DELHI – DELAWARE” ટ્રેન ગિફ્ટ
માત્ર એટલું જ નહીં, આ મોડલ ટ્રેન ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતિનિધિત્વ પણ કરે છે. તેમાં મુખ્ય કૅરેજના કિનારે “DELHI – DELAWARE” અને એન્જિનના કિનારે “INDIAN RAILWAYS” હિન્દી અને અંગ્રેજીમાં લખેલું છે, જસ્ટ એ રીતે જેમ ભારતીય રેલ્વેની પેસેન્જર ટ્રેનો પર લખેલું હોય છે.
આ શિલ્પકામે ન માત્ર કારીગરોની અનન્ય કારીગરીને દુનિયાની સન્મુખ રજૂ કરી છે, પરંતુ ભારતીય રેલ્વેના લાંબા ઇતિહાસ અને તેના વૈશ્વિક પ્રભાવને પણ દર્શાવ્યો છે. ભારતીય રેલ્વે સિસ્ટમ તેના વિશાળ નેટવર્ક અને વિવિધ ટ્રેનો સાથે, ભારતીય સંસ્કૃતિ અને ટેકનોલોજી વિકાસનું પ્રતિક છે. આ માત્ર એક વસ્તુ નથી, પરંતુ સંસ્કૃતિ અને ઇતિહાસનો સમાગમ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ બાઈડેને PM મોદીની આ અનોખી ભેટની પ્રશંસા કરી અને આ ટ્રેન મોડલને ભારત-અમેરિકા સંબંધોની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રતિક ગણાવ્યું
જિલ બાઈડેન માટે પશ્વીના શોલની ભેટ
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેનને પશ્વીના શોલ પણ ભેટમાં આપી. આ શોલ ખાસ રીતે તૈયાર કરવામાં આવી હતી. પશ્વીના શોલને પેપર મેશ બોક્સમાં અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઈડેન માટે ભેટ આપવામાં આવી. વિશિષ્ટ ગુણવત્તા અને અદ્વિતીય સૌંદર્ય ધરાવતી આ પશ્વીના શોલ જમ્મુ અને કાશ્મીરથી આવે છે.